નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારથી
બિહાર, મધ્યપ્રદેશ અને
ગુજરાતની પાંચ દિવસની મુલાકાતે આવશે.
રાષ્ટ્રપતિ ભવને સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”
રાષ્ટ્રપતિ 25 ફેબ્રુઆરીથી 01 માર્ચ દરમિયાન
બિહાર, મધ્યપ્રદેશ અને
ગુજરાતની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ 25 ફેબ્રુઆરીએ બિહારના પટનામાં પટના મેડિકલ કોલેજના શતાબ્દી
સમારોહમાં હાજરી આપશે.
તેઓ 26 ફેબ્રુઆરીના રોજ
મધ્યપ્રદેશના છતરપુરના ગઢા ખાતે શ્રી બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત, સમૂહ
લગ્ન સમારોહમાં હાજરી આપશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
અને ગુજરાતના કેવડિયા ખાતે નર્મદા આરતીના સાક્ષી બનશે.
27 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ
કેવડિયામાં એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે અને અમદાવાદમાં નેશનલ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના 44મા દીક્ષાંત
સમારોહમાં હાજરી આપશે.’
રાષ્ટ્રપતિ 28 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં, રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ
યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ
ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ 01 માર્ચે યુનેસ્કો
વર્લ્ડ હેરિટેજ સાઇટ - ધોળાવીરાની મુલાકાત લેશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ