મધ્યપ્રદેશ આજે, પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરશે
ભોપાલ, નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરમાં આયોજિત, કિસાન સન્માન સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રજૂ કરશે. આ રકમ યોજનાનો લાભ મેળવનારા ખેડૂતોના, બેંક
કિસન


ભોપાલ, નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરમાં આયોજિત, કિસાન સન્માન

સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રજૂ કરશે. આ રકમ યોજનાનો લાભ મેળવનારા

ખેડૂતોના, બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

જનસંપર્ક અધિકારી ઉમેશ તિવારીએ જણાવ્યું હતું કે,” આજે

સન્માન નિધિ વિતરણ દિવસ પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ

પ્રસંગે મધ્યપ્રદેશમાં જિલ્લા, બ્લોક અને પંચાયત સ્તરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમોમાં સાંસદો, ધારાસભ્યો, અન્ય સ્થાનિક

જનપ્રતિનિધિઓ, ખેડૂતો અને

પ્રતિષ્ઠિત નાગરિકો ભાગ લેશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં

આવશે. આ પ્રસંગે, ગામડાઓમાં

નિયુક્ત કરાયેલા ગામ નોડલ અધિકારીઓ, લાભાર્થીઓને હપ્તા માટે ઇ-કેવાયસી, આધાર અને બેંક

ખાતા લિંકિંગ અને પીએમ કિસાન પોર્ટલ પર સ્ટેટસ જોવા અંગે માહિતી પૂરી પાડશે.

સામાન્ય નાગરિકો https://pmindiawebcast.nic.in

લિંક દ્વારા

વિડીયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં જોડાઈ શકે છે.”

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

હેઠળ, ખેડૂતોને ત્રણ

સમાન હપ્તામાં વાર્ષિક કુલ 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande