ગુવાહાટી, નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે આસામની બે દિવસીય મુલાકાત પર, રાજધાની
ગુવાહાટી પહોંચશે. અહીં પહોંચ્યાના થોડા સમય પછી, તેઓ સરુસજાઈ સ્ટેડિયમ ખાતે વિશ્વ રેકોર્ડ
બનાવવા માટે ઝુમુર નૃત્યના 'ઝુમુર બિન્નંદિય' કાર્યક્રમમાં ભાગ લેશે.
બિહુ નૃત્યના વિશ્વ વિક્રમ પછી
રાજ્ય સરકાર દ્વારા આયોજિત, આ બીજો કાર્યક્રમ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી ઉપસ્થિત
લોકોને સંબોધિત પણ કરશે. ઝુમુર નૃત્ય નિહાળ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાનપરા ખાતે, બે
દિવસીય એડવાન્ટેજ આસામ 2.0 ના સ્થળે 45 મિનિટ વિતાવશે.
આ દરમિયાન, તેઓ સ્ટાલોનું
ઉદ્ઘાટન કરશે અને ત્યાં હાજર લોકો સાથે વાતચીત પણ કરશે.
દરમિયાન, વિદેશ મંત્રી એસ જયશંકર રાત્રે જોરહાટના રોરૈયા એરપોર્ટ
પહોંચ્યા. આજે તેમનો જીપ સફારી દ્વારા કાઝીરંગાની મુલાકાત લેવાનો કાર્યક્રમ છે.
તેમની સાથે લગભગ 50 દેશોના રાજદૂતો
પણ છે. એડવાન્ટેજ આસામમાં ભાગ લેનારા 350 મહેમાનો ઝુમુર નૃત્ય પણ નિહાળશે. ચાના બગીચા વિસ્તારોમાં
આવેલા સોરુસજાઈ સ્ટેડિયમ ખાતે યોજાનારા ઝુમુર નૃત્યનું લાઈવ પ્રસારણ જોવાની
વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભરમાં 800 બગીચાઓમાં એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે
એડવાન્ટેજ આસામ 2.0 દરમિયાન કુલ 1 લાખ 22 હજાર કરોડ
રૂપિયાના 214 એમઓયુ પર
હસ્તાક્ષર કરવાને મંજૂરી આપી છે. આ એમઓયુ ચાર તબક્કામાં હસ્તાક્ષર કરવામાં આવશે.
જિલ્લા સ્તરે 2,590 એમઓયુ પર
હસ્તાક્ષર કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ