ઇમ્ફાલ, નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.)
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાની અપીલની અસર, ધીમે ધીમે જોવા મળી રહી છે.
તેમના આહ્વાન બાદ લોકોએ હથિયારો સોંપવાનું શરૂ કરી દીધું છે. ત્રીજા દિવસે પણ
સામાન્ય લોકોએ પોલીસ અને સશસ્ત્ર દળોને શસ્ત્રો અને દારૂગોળો સોંપ્યો.
પોલીસે
સોમવારે જણાવ્યું હતું કે,” થૌબલ જિલ્લાના લોકોએ એક એસએમજીકાર્બાઇન, મેગેઝિન, એક ટીયર ગેસ ગન, બે સ્નાઈપર રાઈફલ, એક ડબલ બેરલ ગન, એક સિંગલ બેરલ ગન, એક .38 એમએમ પિસ્તોલ, બે મોર્ટાર શેલ (2 ઇંચ), બે આઈઇડી (એક 2.100 કિલો, બીજો 1.070 કિલો), સાત હાઇ
એક્સપ્લોઝિવ હેન્ડ ગ્રેનેડ (36 એચઈ),
પાંચ હેન્ડહેલ્ડ
રેડિયો સેટ (બાઓફેંગ) અને એક પટકા ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના હેઇંગાંગ પોલીસ સ્ટેશન
હેઠળના ઇમ્ફાલ પૂર્વના, એસપીને સોંપ્યા હતા.
આ ઉપરાંત, એક એકે-56 રાઇફલ અને
મેગેઝિન, એક એમએએસશ્રેણી બોલ્ટ
એક્શન સ્નાઈપર રાઇફલ (2.3.01×7.62
એમએમ)અને મેગેઝિન, એક .303 રાઇફલ અને
મેગેઝિન, બે હેન્ડ ગ્રેનેડ
(36 એચઈ), 30 પોરમપાટ પોલીસ
સ્ટેશન હેઠળના ઇમ્ફાલ પૂર્વના એસપીને સોંપ્યા હતા. .303 દારૂગોળો અને 11 એકેદારૂગોળો
સોંપવામાં આવ્યો હતો.”
પોલીસના જણાવ્યા અનુસાર, “એક 9એમએમ કાર્બાઇન એ-1 ઇમ્ફાલ પોલીસ સ્ટેશન હેઠળના, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા એસપી
કાર્યાલયને સોંપવામાં આવી હતી.”
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ