નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ). સોમવારે રાવલપિંડીમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ પર પાંચ વિકેટથી વિજય મેળવતા સાથેજ, ભારતે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. ભારતની સાથે, ન્યૂઝીલેન્ડે પણ છેલ્લા ચારમાં પ્રવેશ કર્યો જ્યારે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ બહાર થઈ ગયા.
2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ભારતની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મેચ નક્કી કરશે કે કઈ ટીમ ગ્રુપ એ માં ટોચ પર રહેશે. આ મેચના વિજેતા ટીમ સેમિફાઇનલમાં ગ્રુપ બીની બીજા ક્રમે રહેલી ટીમ સામે રમશે.
આ છઠ્ઠી આવૃત્તિ છે જ્યાં મેન ઇન બ્લુએ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેઓ 1998, 2000, 2002, 2013 અને 2017માં છેલ્લા ચારમાં પહોંચ્યા હતા. ન્યુઝીલેન્ડ માટે, આ તેમનો ચોથો સેમિફાઇનલ હશે અને 2009 પછીનો પ્રથમ સેમિફાઇનલ હશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ