ચોરીના મોબાઈલ સાથે એક શખ્સ હારીજ પોલીસના જાળમાં
પાટણ, 27 મે (હિ.સ.) હારીજ તાલુકાના સરવાલ હાઈવે ચોકડી પાસે ચોરીના મોબાઈલ વેચવા નીકળેલા શખ્સને હારીજ પોલીસએ ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી અંદાજે રૂ. 40,000 કિંમતના પાંચ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને ઇન્ચાર્જ નાયબ પોલી
ચોરીના મોબાઈલ સાથે એક શખ્સ હારીજ પોલીસના જાળમાં


પાટણ, 27 મે (હિ.સ.) હારીજ તાલુકાના સરવાલ હાઈવે ચોકડી પાસે ચોરીના મોબાઈલ વેચવા નીકળેલા શખ્સને હારીજ પોલીસએ ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી અંદાજે રૂ. 40,000 કિંમતના પાંચ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવ્યા છે.

પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. શાહના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે સરવાલ હાઈવે ચોકડી પરથી ગોવિંદ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપી પાસેથી વિવો Y-17s (રૂ. 10,000), ટેક્નો સ્પાર્ક (રૂ. 10,000), સેમસંગ (રૂ. 5,000), ઓપ્પો CPH2421 (રૂ. 10,000) અને ઓપ્પો A3s (રૂ. 5,000) મળી આવ્યા હતા. આરોપી પાસે કોઈ પણ મોબાઈલનો બિલ કે કાયદેસર આધાર નહોતો.

આરોપીની ધરપકડ કરીને BNSS કલમ 35(1)E હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરવાલ ગામના રોડના બાજુનો રહેવાસી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande