પોરબંદર, 27 મે (હિ.સ.) સૌરાષ્ટ્ર સિમેન્ટ લીમીટેડ રાણાવાવ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસના ભાગ રૂપે ENDING PLASTIC POLLUTION અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લીમીટેડ કંપનીના કર્મચારીઓને SAY NO TO SINGLE USE OF PLASTIC સંદેશો આપ્યો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લીમીટેડ કંપનીના વિવિધ સ્ટાફ તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડનો કર્મચારીઓ સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya