સુરતના સચિન GIDC વિસ્તારમાં UPથી આવેલા યુવકે, ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ
સુરત, 27 મે (હિ.સ.)-સુરતના સચિન GIDC વિસ્તારમાં 22 વર્ષીય યુવકનું નિધન થવાની દુઃખદ ઘટના સામે આવી છે. યુવક ઉત્તર પ્રદેશના કોલા કાજી ગામનો રહેવાસી હતો અને છેલ્લા ચાર મહિનાથી સુરતમાં નોકરી માટે આવ્યો હતો. હાલ તે ભાડાના મકાનમાં રહી સ્થાનિક ઉદ્યોગમાં કામ
1 murder


સુરત, 27 મે (હિ.સ.)-સુરતના સચિન GIDC વિસ્તારમાં 22 વર્ષીય યુવકનું નિધન થવાની દુઃખદ ઘટના સામે આવી છે. યુવક ઉત્તર પ્રદેશના કોલા કાજી ગામનો રહેવાસી હતો અને છેલ્લા ચાર મહિનાથી સુરતમાં નોકરી માટે આવ્યો હતો. હાલ તે ભાડાના મકાનમાં રહી સ્થાનિક ઉદ્યોગમાં કામ કરતો હતો.

પોલીસનાં જણાવ્યા મુજબ, યુવક પોતાના રૂમમાં પંખા સાથે સાડી બાંધી લટકી ગયેલો હાલતમાં મળી આવ્યો હતો. ઘરવાળાઓના અનેક પ્રયાસો છતાં જવાબ ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

હાલ સુધીમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી અને કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નથી. પોલીસ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે. આ અચાનક ઘટના પરિવારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande