વલસાડ, 27 મે (હિ.સ.)-વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દર વર્ષે તા. પાંચમી મી જૂને કરવામાં આવે છે. ચાલુ વર્ષની ઉજવણીમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે એટલે જ આ વર્ષે ‘‘Ending Plastic Pollution Globally’’ થીમ રાખવામાં આવી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં તા. 22/05/2025 થી વિવિધ પ્રવૃતિઓ ગ્રામ્ય કક્ષાએ અભિયાનરૂપે હાથ ધરવામાં આવી છે. જે અભિયાન તા. 05/06/2025 સુધી ચાલશે.
ગ્રામજનો, ગામના આગેવાનો, પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને જિલ્લા તેમજ તાલુકાનાં તમામ કર્મચારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાની રીતો અંગે જાગૃતિ કેળવવી, વધતા જતા પ્લાસ્ટીકના કચરાનો ઉપદ્રવ/ઢગલાઓ નાબૂદ કરવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, જાહેર સ્થળોએ જાહેર કચરો ફેંકવાનું બંધ કરો, સિગલ-યુઝ પ્લાસ્ટિકને ના કહેવાની પ્રતિજ્ઞા લેવડાવવી, સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉપયોગ બંધ કરવાનો ઠરાવ પસાર કરાવવો, MHM પર કોમ્યુનિટી રેડિયો અને પોડકાસ્ટનો પ્રચાર, સેનિટરી નેપકિન્સ, ડાયપર અને પુખ્ત વયના ડાયપરનો યોગ્ય નિકાલ કરવો, ગામડાઓ અને પ્રવેશ સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચલાવવું, SBM-G ની અસ્કયામતો પર રંગરોગાન કરી સ્વચ્છતાના IEC સંદેશાઓ કરાવવા જેવા કે, ‘‘પ્લાસ્ટિક દો, ઝોલા લો’’, ‘‘પ્લાસ્ટિકને કાઢો, ઈકો બેગ અપનાઓ,’’ પ્લાસ્ટિક સાથે નાતા છોડો, પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો તોડો, ‘‘ઘરના થેલાનો સાથ જોડો સહિતના સ્લોગનો જાહેર દિવાલ કે મિલકતો પર જનજાગૃતિ માટે લખવા અનુરોધ કરાયો છે.
આ સિવાય બજાર વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અને કચરાનો સંગ્રહ અને સેગ્રિગેશન શેડમાં સેગ્રિગેશન, જળાશયો (નદીઓ, તળાવો, કૂવા, ઝરણા, ધોધ, વગેરે) નજીક સફાઈ ઝુંબેશ હાથ ધરી પ્લાસ્ટીક કચરાનો નિકાલ કરાવવા સહિત કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
પ્લાસ્ટીકના વધતા જતા પ્રદૂષણને અટકાવવા બસ સ્ટેન્ડ અને ગામડાના પ્રવેશ સ્થળોએ સ્વચ્છતા, ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ અને ધાર્મિક સ્થળોએ સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પ્રોત્સાહન અભિયાન, ખુલ્લા ગામડાની ગટરોમાં ઓળખાયેલા જંકશન અને ટર્મિનેશન પોઇન્ટની સંખ્યા અને સ્ક્રીન/કચરાપેટી સ્થાપિત કરવાની રહેશે, પ્લાસ્ટિકના કચરા, પુનઃઉપયોગ: ઘટાડો અને રિસાયકલ અંગે પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન પર સમજણ, સમુદાયના સભ્યોમાં 4 આર (રિફ્યુઝ, રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ)ની જાગૃતિ અને સમજણમાં વધારો કરી 'સફાઈ સંદેશ રેલી' કચરાના અલગીકરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અંગે જાગૃતિ લાવવા માટે અને પ્લાસ્ટિક કચરાનો ઘટાડો, કચરો સંગ્રહ વાહનની રેલી, સ્વચ્છતા કામદારોની સલામતી અને ગૌરવ પર ચર્ચા કરી વિશ્વ પર્યાવરણ દિવસના દૈનિક આયોજનમાં વલસાડ જીલ્લાના તમામ આગેવાનો/હોદ્દેદારો, પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ જોડાઈ ગ્રામજનોને જાગૃત કરવામાં આહવાન કરાયું છે.
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે નનકવાડા ગ્રામ પંચાયતમાં બેઠક કરી સૌને ખુલ્લામાં પ્લાસ્ટીક સહિતનો કચરો ન ફેકવા, સૂકો અને ભીનો કચરો અલગ આપવા માર્ગદર્શન આપ્યું હતું. પ્લાસ્ટીકના કારણે નિર્દોષ પ્રાણીઓના આરોગ્યને નુકસાન પહોંચી રહ્યું હોવાથી સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા પણ સૂચન કર્યુ હતુ. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ઘરે ઘરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્લાસ્ટીકની થેલી આપવામાં આવી રહી છે, જેમાં સૂકો કચરો ભેગો કરી કચરાગાડી લેવા આવે ત્યારે આપવા જણાવ્યુ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે