ન્યૂયોર્ક, નવી દિલ્હી,27 મે (હિ.સ.) કોંગ્રેસનલ બ્લેક કોકસના સ્થાપક
સભ્ય અને અમેરિકી કોંગ્રેસની શક્તિશાળી હાઉસ વેઝ એન્ડ મીન્સ કમિટીના પ્રથમ
આફ્રિકન-અમેરિકન ચેરમેન, ચાર્લ્સ રેગલનુ સોમવારે અવસાન થયું. તેઓ 94 વર્ષના હતા.
સિટી કોલેજ ઓફ ન્યૂયોર્ક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં તેમના મૃત્યુની પુષ્ટિ
કરવામાં આવી છે.
ચાર્લ્સ રેન્જેલની રાજકીય કારકિર્દી અનોખી હતી. તેઓ કોરિયન
યુદ્ધના અનુભવી સૈનિક હતા,
અને તેમણે 1970
માં પ્રખ્યાત હાર્લેમ નેતા એડમ ક્લેટન પોવેલને હરાવીને અમેરિકી કોંગ્રેસમાં પ્રવેશ
કર્યો. ત્યારબાદ રેગલે સતત 45 વર્ષ સુધી ન્યૂયોર્કના લોકોની સેવા કરી અને 2016 માં
જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી.
સેનેટ લઘુમતી નેતા ચક શુમરે એક્સ (પહેલાનું ટ્વિટર)
પર રેગલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, ચાર્લ્સ રેગલ એક મહાન માણસ, સાચા મિત્ર અને
એક નેતા હતા. જેમણે ક્યારેય પોતાના મતદારો માટે લડવાનું છોડ્યું નહીં.
શુમરે વધુમાં કહ્યું કે,” રેગલની સિદ્ધિઓ અસંખ્ય છે અને તેમણે,
દુનિયાને પહેલા કરતાં વધુ સારી બનાવી છે. તેમણે સામાજિક ન્યાય, વંશીય સમાનતા અને
કર પ્રણાલી સુધારાના ક્ષેત્રોમાં અમીટ છાપ છોડી. તેઓ અમેરિકામાં કાળા નેતૃત્વનું
પ્રતીક હતા અને રાજકીય ક્ષેત્રમાં ઘણા અવરોધો તોડી નાખ્યા હતા.”
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ