ઢાકા, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.)
બાંગ્લાદેશના બિરસારમાં બ્રાહ્મણબરિયા બાયપાસ નજીક આજે સવારે કોમિલા-સિલહટ હાઇવે
પર 200 થી વધુ એલપીજી સિલિન્ડર
ભરેલો ટ્રક પલટી ગયો. આ પછી, ટ્રકમાં આગ લાગી અને અનેક વિસ્ફોટ થયા. ટ્રકમાં હજુ પણ આગ
લાગી છે. સિલિન્ડરો વચ્ચે વચ્ચે ફૂટી રહ્યા છે. આનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.
ધ ડેઇલી સ્ટાર અખબારના સમાચાર મુજબ,”આ ઘટના આજે સવારે
4:30 વાગ્યે બની હતી.
ત્યારથી ઘટનાસ્થળ પર વિસ્ફોટનો અવાજ સંભળાઈ રહ્યો છે. આગ ઝડપથી ભડકી રહી છે.“
બ્રાહ્મણબરિયા
સદર મોડેલ પોલીસ સ્ટેશનના મોહમ્મદ મુઝફ્ફર હુસૈને જણાવ્યું હતું કે,” દરેક વિસ્ફોટ
સાથે સિલિન્ડર ઉપર તરફ ઉછળી રહ્યા છે.” પોલીસના જણાવ્યા અનુસાર,”રસ્તાની ખરાબ
હાલતને કારણે, ટ્રક પલટી ગઈ.” તેમણે કહ્યું કે,” અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.
સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ