પાટણ, 27 મે (હિ.સ.)પાટણ શહેરના દેવ સોસાયટી નજીક મંગળવારના રોજ રોડની સાઇડમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. જાણ થતા પાટણ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે તરત જ તપાસ શરૂ કરી છે અને મૃતક યુવક કોણ છે તેની ઓળખ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસે જાહેર અપીલ કરી છે કે, જો કોઈને મૃતક યુવક અંગે માહિતી હોય તો પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. હાલમાં મૃતકના સગા-સંબંધીઓની શોધખોળ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર