સિદ્ધપુર પોલીસે ભંગાર ચોરીનો ભેદ ઉકેલ્યો
પાટણ, 27 મે (હિ.સ.)સિદ્ધપુરના કાકોશી ફાટક, પેપલ્લાવાસના રહેવાસી અજય રામાભાઈ પટણીને ભંગાર ચોરીના આરોપમાં પોલીસે ઝડપ્યો છે. ફરિયાદીનો આરોપ છે કે તેમના ભંગારના વાડામાંથી આશરે 50 કિલો તાંબા-પિત્તળનો ભંગાર ચોરાયો હતો, જેની અંદાજિત કિંમત ₹25,000 છે. પોલીસ
સિદ્ધપુર પોલીસે ભંગાર ચોરીનો ભેદ ઉકેલ્યો


પાટણ, 27 મે (હિ.સ.)સિદ્ધપુરના કાકોશી ફાટક, પેપલ્લાવાસના રહેવાસી અજય રામાભાઈ પટણીને ભંગાર ચોરીના આરોપમાં પોલીસે ઝડપ્યો છે. ફરિયાદીનો આરોપ છે કે તેમના ભંગારના વાડામાંથી આશરે 50 કિલો તાંબા-પિત્તળનો ભંગાર ચોરાયો હતો, જેની અંદાજિત કિંમત ₹25,000 છે.

પોલીસે આરોપી પાસેથી 47.600 કિલો તાંબા-પિત્તળ અને લોખંડનો ભંગાર કબજે કર્યો છે, જેને કુલ ₹24,678 ની કિંમતના મુદ્દામાલ તરીકે નોંધવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305, 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈની સૂચનાથી મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યા અને પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.આર. શુકલા અને તેમની ટીમે ઝડપી કાર્યવાહી કરીને આ સફળતા મેળવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande