પાટણમાં ઉનાળાની જ્વાળાઃ તાપમાન 42 ડિગ્રીને સ્પર્શ્યું
પાટણ, 27 મે (હિ.સ.)પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉનાળાની તીવ્રતા વધી રહી છે. સોમવારે સવારથી જ ઉકળાટભર્યું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું. ધૂળભરી આંધીની જેમ આકાશમાં ધૂંધળું દૃશ્ય બન્યું હતું, જેને કારણે બફારાનું પ્રમાણ પણ
પાટણમાં ઉનાળાની જ્વાળાઃ તાપમાન 42 ડિગ્રીને સ્પર્શ્યું


પાટણ, 27 મે (હિ.સ.)પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉનાળાની તીવ્રતા વધી રહી છે. સોમવારે સવારથી જ ઉકળાટભર્યું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું. ધૂળભરી આંધીની જેમ આકાશમાં ધૂંધળું દૃશ્ય બન્યું હતું, જેને કારણે બફારાનું પ્રમાણ પણ વધી ગયું હતું. ગરમીના પગલે નાગરિકો પરસેવાથી લથબથ થઈ ગયા હતા.

શહેરમાં બપોર સુધીમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જેને કારણે લોકોને ઘરની બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું છે. લોકો હવે વરસાદ પડવાની આશા રાખી રહ્યા છે જેથી ગરમીમાંથી રાહ મળે અને વાતાવરણમાં ઠંડક પ્રસરે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande