પોરબંદર, 27 મે (હિ.સ.) બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઇલ ફોન નંગ-03 જેની કુલ કી.રૂ.41,000/- ના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકને બગવદર પોલીસે પરત અપાવ્યા હતા. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુમ થયેલ સોનાના દાગીના/વાહનો/મોબાઇલ વિગેરે મુદામાલ મુળ માલીકને સોંપવા સુચનાઓ કરવામાં આવેલ હતી જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડની સૂચના અને માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. એ.એસ.બારા તથા બગવદર પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ત્રણ અરજદારોના બગવદર, શીશલી તથા વડાળા ખાતેથી ગુમ થયેલ ખોવાઇ ગયેલ પડી ગયેલ મોબાઇલ શોધી તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકને પરત સોંપવામાં આવેલ છે. આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. એ.એસ.બારા, એ.એસ.આઇ જી.એમ.વ્યાસ, પો.હેડ.કોન્સ. વી.એન.ભુતીયા.,ડી.આર.સીસોદીયા તથા વમન પો.કોન્સ. મનીષાબેન ગોગનભાઇ ખુંટી સહિતના અધિકારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya