અલકાપુરીમાં માનસિક અસ્થિર યુવક 50 ફૂટ ઊંચા ઝાડ પર ચડી ગયો, તંત્ર એ બે કલાકની મથામણ બાદ બચાવ્યો
વડોદરા, 27 મે (હિ.સ.)-વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આજે સવારે એક અજીબો-ગરીબ ઘટના સામે આવી હતી, જ્યાં 50 ફૂટ ઊંચા પીપળાના ઝાડ પર ચડી ગયેલા યુવકે સમગ્ર તંત્રને દોડતું કરી દીધું હતું. પંચશીલ હોટલ પાછળ આવેલા ઝાડ પર ચડી ગયેલા યુવક હિંસક વલણ સાથે ઊપર ચઢતો
Vadodara


વડોદરા, 27 મે (હિ.સ.)-વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આજે સવારે એક અજીબો-ગરીબ ઘટના સામે આવી હતી, જ્યાં 50 ફૂટ ઊંચા પીપળાના ઝાડ પર ચડી ગયેલા યુવકે સમગ્ર તંત્રને દોડતું કરી દીધું હતું.

પંચશીલ હોટલ પાછળ આવેલા ઝાડ પર ચડી ગયેલા યુવક હિંસક વલણ સાથે ઊપર ચઢતો રહ્યો અને રસ્તા પરથી પસાર થતા લોકોને અજીબ વર્તનથી આશ્ચર્યચકિત કરી દીધા હતા. સ્થળ પર એકત્ર થયેલા લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી, પરંતુ યુવક એટલો વધુ આક્રમક હતો કે તેણે ફાયર બ્રિગેડના કર્મચારી પર હુમલાનો પ્રયાસ કર્યો અને પોતાનો મોબાઇલ પણ તોડી નાખ્યો. હાથમાં લાકડું લઈ ધમકી આપતો રહેતાં સ્થિતિ વધુ જટિલ બની હતી.

ફાયર બ્રિગેડે વધુ ઊંચાઈવાળી સીડી મંગાવીને યુવક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો અને દોઢથી બે કલાક સુધી ચાલેલી સમજાવટ બાદ યુવકને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો.

યુવકનું વર્તન જોતા તેને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેના માનસિક સ્વાસ્થ્ય અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને જનસુરક્ષા વચ્ચેનો નાજુક સંબંધ પ્રકાશમાં

લાવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande