સુરતમાં કોરોનાના નવા ચેપના 5 એક્ટિવ કેસ, સિક્કિમથી પરત આવેલા ડોક્ટરને સંક્રમણની પુષ્ટિ
સુરત, 28 મે (હિ.સ.)-સુરતમાં ફરીથી કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યાં છે. હાલમાં શહેરમાં કુલ 5 એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાં એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતાં ડોક્ટરનો સમાવેશ થાય છે, જે તાજેતરમાં સિક્કિમથી પરત ફર્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
Covid


સુરત, 28 મે (હિ.સ.)-સુરતમાં ફરીથી કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યાં છે. હાલમાં શહેરમાં કુલ 5 એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાં એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતાં ડોક્ટરનો સમાવેશ થાય છે, જે તાજેતરમાં સિક્કિમથી પરત ફર્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ હાલ હોમ આઇસોલેશનમાં સ્થિર તબિયત સાથે સારવાર હેઠળ છે.

ડોક્ટર 19 મે 2025ના રોજ સુરતમાં પરત આવ્યા હતા. તેમના પરિવારના 8 સભ્યોમાં હાલમાં કોઈ લક્ષણો જોવા મળ્યાં નથી. તેમનું નમૂનું જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગરની GBRC ખાતે મોકલાયું છે.

શહેરના અન્ય કેસોમાં પાંડેસરાની 40 વર્ષીય મહિલા, જે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે, હાલ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ સાથે દાખલ છે. વેસુના 73 વર્ષીય કેન્સર પીડિત પુરુષ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.23 મેના રોજ નોંધાયેલા બે કેસ, જેમાં 27 અને 25 વર્ષીય મહિલા તબીબોનો સમાવેશ થાય છે, તેમને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

જાહેર આરોગ્ય વિભાગે લોકોને જરૂરિયાત મુજબ તકેદારી રાખવા અને સરકારની માર્ગદર્શિકા પાલન કરવા વિનંતી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande