પોરબંદર, 28 મે (હિ.સ.) ચોમાસા પૂર્વે દરિયો તોફાની બન્ય છે .ત્યારે પોરબંદરના દરિયામાં મંગળવારે બપોરના સમયે ચારથી પાંચ યુવાનો નાહવા માટે ગયા હતા તે દરમ્યાન દિ દરિયાનુ તાકવર મોજુ એક યુવાને પોતાની સાથે તાણી ગયુ હતુ અને ડુબી જવાથી યુવાનનુ મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.પોરબંદરના ચારથી પાંચ યુવાનો ચોપાટી ખાતેના દરિયામા બપોરના સમયે ન્હાવા માટે ગયા હતા તે દરમ્યાન સાહિલ મલેક નામના યુવાને દરિયાનુ વિશાળ મોજુ તાણી ગયુ હતુ સાથે રહેલા મિત્રોએ યુવાનને બચાવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ દરિયાના તાકતરવ મોજા સામે લાચાર બની ગયા હતા આથી અન્ય યુવાનોએ તુરત ફાયરબ્રિગેડને જાણ કરી હતી યુવાન બચાવો તેવી બુમ પાડી રહ્યો હતો પરંતુ ફાયરબ્રિગેડની ટીમ પણ દરિયાના રોદ્ર સ્વરૂપને જોઇ અને યુવાનને બચાવાનો પ્રયાસ કર્યો નહિં હોવાના આક્ષેપો પૂર્વ સુધરાઇ સભ્ય ફારૂકભાઈ સુર્યાએ કર્યા હતા આ અંગે મનપાના કમિશ્નરને આ અંગે રજુઆત કરી છે તી બીજી તરફ દરિયામા ડુબી જવાથી સાહિલ મલેક નામના યુવાનનુ ડુબી જવાથી મોત થયુ હતુ અને ચોપાટી ખાતેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવને લઇ ભારે ગમગીની છાવાઈ ગઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya