અલકાપુરીમાં બે કાર વચ્ચે અકસ્માત, ડ્રાઈવર અકસ્માત બાદ ફરાર
વડોદરા, 28 મે (હિ.સ.)-વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા ઊર્મી સોસાયટી પાસે ગઇકાલે બપોરે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ઘટના પછી એક કાર ચાલક સ્થળ પરથી ફરાર થઇ જતાં અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લક્ષ્મીપુરા ખાતે આવેલા લક્ષ્મીકુંજ સોસા
Accident


વડોદરા, 28 મે (હિ.સ.)-વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા ઊર્મી સોસાયટી પાસે ગઇકાલે બપોરે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ઘટના પછી એક કાર ચાલક સ્થળ પરથી ફરાર થઇ જતાં અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લક્ષ્મીપુરા ખાતે આવેલા લક્ષ્મીકુંજ સોસાયટીની રહેવાસી અમિતાબેન લાકરા પોતાની કાર લઈને ડિવાઈડરના કટ પાસેથી મલ્હાર પોઈન્ટ તરફ વળી રહ્યા હતા ત્યારે ઊર્મી ચારરસ્તા તરફથી અતિ ઝડપે આવતી એક અન્ય કારે સીધો અથડાકો કર્યો હતો.

અકસ્માત થતાં આરોપી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં કારને નુકસાન થયું છે પરંતુ માનવીય જાનહાનીના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસે શહેરીજનોને અનુરોધ કર્યો છે કે જો કોઈ પાસે ઘટના સંબંધિત માહિતી હોય તો પોલીસને જાણ કરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande