સરકારી પોલીટેકનિક અમદાવાદ ખાતે ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયા અંગે 11 જૂને માર્ગદર્શન સેમિનાર યોજાશે
ગાંધીનગર, 28 મે (હિ.સ.) : ધોરણ-10 પછીના પ્રથમ વર્ષ અને આઈટીઆઈ/ટીઈબીના કોર્ષ પછી બીજા વર્ષના ડિપ્લોમાં ઈજનેરી (સી ટુ ડી)ના કોર્ષમાં પ્રવેશ માટે ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેક્નિક, અમદાવાદ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનારનું આયોજન તારીખ 11 જૂન 2025 બુધવારન
સરકારી પોલીટેકનિક અમદાવાદ ખાતે ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયા અંગે 11 જૂને માર્ગદર્શન સેમિનાર યોજાશે


ગાંધીનગર, 28 મે (હિ.સ.) : ધોરણ-10 પછીના પ્રથમ વર્ષ અને આઈટીઆઈ/ટીઈબીના કોર્ષ પછી બીજા વર્ષના ડિપ્લોમાં ઈજનેરી (સી ટુ ડી)ના કોર્ષમાં પ્રવેશ માટે ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેક્નિક, અમદાવાદ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનારનું આયોજન તારીખ 11 જૂન 2025 બુધવારના રોજ સવારે 11:30 થી બપોરે 1:00 વાગ્યા દરમિયાન સેમિનાર હોલ, ત્રીજો માળ નવી સિવિલ બિલ્ડીંગ, કેન્ટીન પાછળ, સરકારી પોલીટેકનિક અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

ઓનલાઈન એડમિશન પ્રક્રિયા, સંસ્થા અને કોર્ષ અંગેની માહિતી તથા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે. સંસ્થાના આચાર્યનો વિદ્યાર્થીઓ અને વાલીઓને આ તકનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ છે, એવું આચાર્ય, સરકારી પોલિટેક્નિક અમદાવાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande