પાટણમાં પીવાના પાણીની કેનાલમાં પ્રદૂષણ
પાટણ, 28 મે (હિ.સ.)પાટણ શહેરમાં પદ્મનાથ ચાર રસ્તાથી ફિલ્ટર પ્લાન્ટ સુધી આવેલી કેનાલ, જે દ્વારા સમગ્ર પાટણને પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે, તેમાં ગંભીર સમસ્યા ઉભી થઈ છે. કેનાલની આસપાસ રહેતા લોકો ન્હાવાની અને કપડાં ધોવાની પ્રવૃત્તિ કરે છે, જેના કા
પાટણમાં પીવાના પાણીની કેનાલમાં પ્રદૂષણ


પાટણ, 28 મે (હિ.સ.)પાટણ શહેરમાં પદ્મનાથ ચાર રસ્તાથી ફિલ્ટર પ્લાન્ટ સુધી આવેલી કેનાલ, જે દ્વારા સમગ્ર પાટણને પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે, તેમાં ગંભીર સમસ્યા ઉભી થઈ છે. કેનાલની આસપાસ રહેતા લોકો ન્હાવાની અને કપડાં ધોવાની પ્રવૃત્તિ કરે છે, જેના કારણે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે.

આ પ્રવૃત્તિઓ દરમિયાન સાબુ અને શેમ્પૂ જેવા કેમિકલયુક્ત પદાર્થોનો ઉપયોગ થતો હોય છે. પાટણ નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ ઠોસ પગલાં લેવાતા નથી. કેનાલની આજુબાજુ દબાણ કરીને વસવાટ કરતા લોકો નિયમિતપણે આ પ્રવૃત્તિ કરે છે, જેના કારણે નગરજનો માટે શુદ્ધ પાણી મેળવવી મુશ્કેલ બની રહી છે.

નગરપાલિકા દ્વારા કેનાલની દેખરેખ માટે ચોકીદાર મુકવામાં આવ્યો હોવા છતાં, ત્યાં કોઈ કર્મચારી હાજર રહેતો નથી. પાટણ શહેર કોંગ્રેસના પ્રમુખ દીપક પટેલે માંગ કરી છે કે, આવી પ્રવૃત્તિઓ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ થાય અને દબાણો દૂર કરી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી સુનિશ્ચિત કરવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande