પોરબંદર, 28 મે (હિ.સ.) રેવન્યુ તલાટીની પરીક્ષાના જાહેર કરવામાં આવેલ અભ્યાસકમાં ફેરફાર કરવા બાબતે તર્કસંગત મુદ્દાઓ સાથે વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન પાઠવવામાં આવ્યું છે.આ આવેદનમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, મહેસૂલી તલાટીનો કાર્યભાર/જવાબદારી નાયબ ચીટનીશ સર્કલ ઓફિસર જેવી જવાબદારી હોય છે તેથી તેઓની સમકક્ષ ગ્રેડ-પે સુધારવામાં આપવામાં આવે. તેમજ તા. 22/05/25 ના રોજ મહેસૂલી તલાટી સંવર્ગનો નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો જેમા 200 માકર્સ ની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે જેમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, અર્થતંત્ર,પર્યાવરણ જેવા બધા વિષયો છે. મુખ્ય પરીક્ષામાં 350 માર્ક્સ ના 3 પેપર રાખવામાં આવ્યા છે જેમાં 100 માર્ક્સ નું ગુજરાતી, 100 માર્ક્સ નું અંગ્રેજી અને 150 માર્ક્સ સામાન્ય અપ્રાસ જેમાં ગુજરાત, ભારત નો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને દેશ ની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી,બંધારણ, અર્થતંત્ર, જાહેર વહીવટ, એથીક્સ જેવા વિષયો છે, અહીં અંગ્રેજી પેપર ફરજીયાત બનાવી દેવામાં આવ્યું છે જયારે GPSC માં અંગ્રેજી નું પેપર કવોલિફાઇંગ છે. 1900 ગ્રેડ પે ની મહેસૂલી તલાટી સર્વગની મુખ્ય પરીક્ષા 4400 ગ્રેડ પે ધરાવતા નાયબ મામલતદાર ની મુખ્ય પરીક્ષા જેવી ના હોવી જોઈએ !આ પ્રકારની પરીક્ષા પદ્ધતિ થી આખી પક્રિયા પૂર્ણ થતા 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે.રાજયમાં જ નાયબ ચીટનીશ, મદદનીશ ઈજનેર તથા કેન્દ્ર સરકારની SSC CGL ઉપરાંત બેન્ડિંગની પરીક્ષાઓ પણ MCQ આધારિત જ લેવાય છે તો પછી રેવન્યુ તલાટી જેવી વર્ગ 3 ની પોસ્ટ મા આટલી બધી જટિલ પ્રક્રિયા શા માટે? પેપર ચેકીંગ માં GPSC જેવી બંધારણીય સંસ્થા પણ 5000-7000 જવાબવહી ચેક કરવામાં ભૂલો જોવા મળે છે કોર્ટ કેસો થતા હોય છે તો અહીં 12000 જવાબવરી ન્યાયપૂર્ણ ચેક થશે એ કઈ રીતે માની લેવું? ઉપરાંત GSSSB દ્વારા ઉમેદવારોએ લખેલ જવાબવરી પણ આપવામાં આવત નથી આ પરિસ્થિતિમાં લેખિત માં માર્કસ આપવામાં ભ્રષ્ટાચાર થાય અને પોતાના માનીતાંઓ ને લઈ લેવામાં આવે એવું થાય તો પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવી પણ ના શકાય .MCQ માં અન્યાય જે હોય તો ઉમેદવાર કોર્ટ માં પણ જઈ શકે ! છેવાડા ના વિધાર્થી ને સંપૂર્ણ રીતે વર્ગ ૩ માથી પણ નીકાળી ને છેવાડા માં જ રાખવા માટે સુનિયોજિત પડયંત્ર ઘડાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે!. GPSC માં અંગ્રેજી નું પેપર ક્વોલિફાઇંગ છે પણ અહીં અંગ્રેજી પેપર mandatory બનાવી દેવામાં આવ્યું છે તો કઈ રીતે માનવું કે નિયમો બનાવનાર છેવાડા ના વિધાર્થી નું પણ વિચારે છે? આ ઉપરાંત આ પરીક્ષા OFFLINE MCQ BASE લેવામાં આવશે કે ONLINE CBRT મુજબ લેવામાં આવશે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે જેથી ઉમેદવારોને તૈયારી અસંજતા દૂર થાય. 1900 ગ્રેડ પે માં 26000 ના ફિક્સ પે ની કલાસ 3 ની નોકરી માં 350 માકર્સ નું લેખિત એકદમ તર્કસંગત નથી, અને અન્યાયકારી છે.આ સાથે વિદ્યાર્થીઓએ વિનંતી કરતા જણાવ્યું છે કે, ઉપરોકત વિષયને ગંભીરાતાથી લઈ મેન્સ (મુખ્ય પરીક્ષા) એક્ઝામમા ડિસ્ક્રિપ્ટીવને બદલે ઓબ્જેક્ટિવ MCQ આધારિત લેવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya