પાટણમાં પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિક વિરૂદ્ધ વોકાથોન
પાટણ, 28 મે (હિ.સ.)પાટણમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી અંતર્ગત 'પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો' થીમ પર વિશેષ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું. વોકાથોન જિલ્લાના રમત-ગમત સંકુલથી બગવાડા દરવાજા સુધી યોજાઈ હતી. વોકાથોનને જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે લી
પાટણમાં પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિક વિરૂદ્ધ વોકાથોન


પાટણ, 28 મે (હિ.સ.)પાટણમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી અંતર્ગત 'પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો' થીમ પર વિશેષ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું. વોકાથોન જિલ્લાના રમત-ગમત સંકુલથી બગવાડા દરવાજા સુધી યોજાઈ હતી.

વોકાથોનને જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિશેષ વોકાથોનમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયોજનનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande