પોરબંદર, 29 મે (હિ.સ.) પોરબંદર શહેરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં રેડ કરતા વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવતા એક શખ્સની અટકાયત કરી છે.પોરબંદરના કમલાબાગ પોલીસે સ્ટેશનના પોલીસ જવાન ને બાતમી રહે હકીકત મળતા શહેરના ભાવેશ્વર મંદિર પાછળ રહેતા અનિલ લીલાભાઈ આગઢના રહેણાક મકાનમાં રેડ કરતા પોલીસને અલગ અલગ કંપનીની વિદેશીદારૂ ની કિંમત રૂ.23,424ની કુલ 24 નંગ બોટલ મળી આવતા પોલીસે અનિલ લીલાભાઈ આગઢની અટકાયત કરી હતી અને તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya