જૂનાગઢના ઇવીએમ વેરહાઉસ ખાતેથી સુરક્ષિત રીતે વિસાવદર ખાતેના સ્ટ્રોંગ રૂમમાં EVM -VVPAT મશીનને મૂકી દેવાયા
જૂનાગઢ 29 મે (હિ.સ.) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે EVM -VVPATનું પ્રથમ રન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું. ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ ૧૩૦
વિસાવદર ખાતેના સ્ટ્રોંગ રૂમમાં EVM -VVPAT સુરક્ષિત રીતે રાખી દેવામાં આવ્યા છે.


જૂનાગઢ 29 મે (હિ.સ.) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે EVM -VVPATનું પ્રથમ રન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું. ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ ૧૩૦ ટકા EVM અને ૧૪૦ ટકા VVPATની માનવીય હસ્તક્ષેપ વગર કોમ્પ્યુટર સોફ્ટવેરના આધારે ફાળવણી કરવામાં આવી છે.

ભારતીય ચૂંટણી પંચના નિયત થયેલા નિર્દેશો મુજબ જૂનાગઢ ખાતેના ઇવીએમ વેરહાઉસ ખાતેથી જીપીએસ સાથેના વાહનોમાં રવાના કરીને વિસાવદર ખાતેના સ્ટ્રોંગ રૂમમાં EVM -VVPAT સુરક્ષિત રીતે રાખી દેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૯૪ મતદાન મથકો છે. ૩૮૨ બેલેટ યુનિટ અને તેટલા કંટ્રોલ યુનિટ ૧૩૦ ટકા લેખે અને ૪૧૧ VVPAT ૧૪૦ ટકા લેખે ફાળવવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande