માણાવદર તાલુકાના બાંટવા ખાતે, આંગણવાડીમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી
જુનાગઢ 29 મે (હિ.સ.) પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે આઈ.સી.ડી.એસ.શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢના માર્ગદર્શન અનુસાર તેમની પ્રેરક ઉપસ્થિતિમાં માણાવદર ઘટકના બાંટવા સેજા- ૧ માં આંગણવાડી કેન્દ્ર બાંટવા- ૧૦ તથા બાંટવા- ૧૩માં આ મે માસના ચોથા મંગળ દિવસની ઉજવણ
માણાવદર તાલુકાના બાંટવા ખાતે, આંગણવાડીમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી


જુનાગઢ 29 મે (હિ.સ.) પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે આઈ.સી.ડી.એસ.શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢના માર્ગદર્શન અનુસાર તેમની પ્રેરક ઉપસ્થિતિમાં માણાવદર ઘટકના બાંટવા સેજા- ૧ માં આંગણવાડી કેન્દ્ર બાંટવા- ૧૦ તથા બાંટવા- ૧૩માં આ મે માસના ચોથા મંગળ દિવસની ઉજવણી એટલે કે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ દિવસ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓ માટેની પૂર્ણા યોજના અંતર્ગત ઉજવવામાં આવે છે.

આ ઉજવણી અન્વયે વિશ્વ માસિક દિવસ અન્વયે લાભાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. તેમજ રેડ ડોટ ચેલેન્જ, કિશોરીઓ દ્વારા બ્રેસલેટ બનાવવાની પ્રવૃત્તિ, કિશોરીઓનું વજન અને ઊંચાઈ કરવામાં આવેલ. આ ઉપરાંત પૂર્ણા શક્તિ (ટેક હોમ રેશન) નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કિશોરીઓને માસિક સ્વચ્છતા વિશે માર્ગદર્શન, હેન્ડવોશ સ્ટેપસ અને તે અંગે માર્ગદર્શન, પૂર્ણા શક્તિ (ટેક હોમ રેશન) નો ઉપયોગ અને તેનું મહત્વ, હિમોગ્લોબીન અને બોડી માસ ઇન્ડેક્સ વિશેની સરળ સમજણ આપવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં સ્ટાફ મિત્રો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. તેમ પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી.એસ.શાખા, જિલ્લા પંચાયત- જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande