પોરબંદર, 29 મે (હિ.સ.)
બુધવારે રાત્રિના સમયે પોરબંદરના પ્રવેશદ્વાર સમાન કર્લીના પુલ ઉપર અકસ્માતની ઘટના બની હતી મૂળ ભાણવડનો તેરૈયા પરિવાર પોરબંદર ખાતે આવ્યો હતો પોરબંદરની ખાનગી રેસ્ટોરન્ટમાં ઢોસા સહિતનો નાસ્તો કર્યા બાદ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કર્લીના પુલ ઉપર પહોંચતા ટાયર ફાટતા ડિવાઈડર સાથે જોરદાર ટક્કર મારી હતી જેના લીધે ડિવાઇડર ઉછળીને બાજુના માર્ગ ઉપર ચાલી ગયું હતું કારના આગળના મોરાનો બૂકડો બોલી ગયો હતો તેમજ ડિવાઈડર ને ટક્કર મારતા સમયે બાજુના માર્ગ ઉપર અન્ય કાર પસાર થઈ રહી હતી તેની સાથે ડિવાઈડર અથડાતા તે કારનો પણ અકસ્માત સર્જ્યો હતો અને નુકસાન પહોંચ્યું હતું જોકે આકસ્માતની ઘટનામાં તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અકસ્માત સમયે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા તેના પગલા તાત્કાલિક કમલાબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya