પોરબંદર, 29 મે (હિ.સ.) પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પૂર્વ પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ પ્રશિક્ષણ વિભાગના ૫. કન્વીનર કે. સી. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત 'પ્રદેશ બેઠક” માં જિલ્લાવાર શક્તિકેન્દ્ર સંયોજકની ધારાસભા દીઠ બેઠકની યોજના બનાવવામાં આવી જેમાં પોરબંદર ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય વિજયભાઈ થાનકીને ભાવનગર મહાનગર ધારાસભા સીટ તથા બોટાદ જિલ્લા ધારાસભાની બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર પ્રદેશમાં આ યોજના હેઠળ શક્તિ કેન્દ્ર સંયોજકોની ધારાસભા દીઠ બેઠકનું આયોજન કરેલું છે જે 10 જૂન સુધીમાં પૂર્ણ કરવા પ્રદેશે સૂચના આપી છે. પ્રદેશ ભાજપ દ્વારા વિજયભાઈ થાનકીને આવી મહત્વની કામગીરી સોંપતા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી તથા જિલ્લા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોકભાઈ મોઢા અને શહેર પ્રમુખ સાગરભાઈ મોદી અને નિલેશભાઈ બાપોદરા દ્વારા અભિનંદન પાઠવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya