ગાંધીનગર, 29 મે (હિ.સ.) : સ્ત્રીઓના ઉત્કર્ષ માટે સતત કાર્યરત એવી સંસ્થા સ્ત્રીનોવેશન ફાઉન્ડેશન દ્વારા બ્રહ્માકુમારી સેક્ટર 28 ગાંધીનગર તેમજ ગોલ્ડન વિંગ સંસ્થા, ઇન્ડસ્ટ્રીઝ કમિશનર & DIC, ગુજરાત સરકાર ના સંયુક્ત સહયોગ થકી સેક્ટર 28 બ્રહ્માકુમારી સેન્ટર ખાતે વિઝન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા તેમણે પાઠવેલ શુભેચ્છા સંદેશમાં સંસ્થા ની કામગીરી પ્રત્યેક સંતોષ વ્યક્ત કરીને સ્ત્રીઓના ઉત્થાન માટે સંસ્થા દ્વારા થતા કાર્યોની સરાહના કરી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન બ્રહ્માકુમારી સંસ્થાના રાજ જોગીની કૈલાશ દીદી એ પોતાના આશીર્વાદ વચનમાં સ્ત્રીનોવેશન ફાઉન્ડેશન દ્વારા થતા કાર્યોને બિરદાવ્યા હતા અને તેઓએ આશીર્વાદ આપતા એ સંતોષ વ્યક્ત કર્યો હતો કે આ પ્રયત્નોથી સ્ત્રીઓ પોતે પગભર ઉભી રહીને સમાજના ઉત્થાનમાં પોતાની યોગદાન આપશે. પૂજ્ય કૈલાસ દીદી ઉપસ્થિત મહેમાનો આયોજક સંસ્થાઓ તેમજ ઉપસ્થિત બહેનોને આશીર્વાદ પાઠવ્યા હતા.
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્ત્રીઓ માટે કાર્યરત સરકારની વિવિધ યોજનાઓની પણ માહિતી આપી હતી. અને આયોજક સંસ્થા દ્વારા સ્ટાર્ટઅપ તેમજ બહેનોને ઉત્થાન માટેની વિવિધ યોજનાઓ ઉપર કામ થઈ રહ્યું છે તે જાણીને આનંદ વ્યક્ત કર્યો હતો. આજે જ્યારે સ્ત્રીઓ તને શક્તિથી આગળ વધી રહી છે અને સમાજમાં એક અમુલ પરિવર્તન આવી રહી છે તે બાબતે પણ તેમને તેઓની સરાહના કરી હતી. નારી શક્તિ થકી જ આ સમાજનો વિકાસ થશે અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થશે તેમ તેઓએ જણાવ્યું હતું.
કિસાન મોરચાના સેક્રેટરી બાબુભાઈ જેબલીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સંસ્થાની કામગીરીને બિરદાવીને સ્ત્રી શક્તિ નું પ્રતીક તેમ જણાવીને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારના સ્ટેટસના જોઈન્ટ કમિશનર આર.ડી બારહટ, સ્માર્ટ કાર્ડના સ્થાપક ભદ્રેશભાઈ પટેલ, પ્રો. કવન રાણા, SKPIMCS-MBA ના HOD, વિશ્વ શાહ, ડોસા હબના સ્થાપક અને ફૂડ સેક્ટરના માર્ગદર્શક આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આજે જ્યારે સરકારઓના ઉત્થાન માટે ખૂબ જ કાર્ય કરી રહી છે ત્યારે આ સંસ્થા દ્વારા સ્ટાર્ટ ઓફ વિશેની સમજ આપવાનો આ કાર્યક્રમ સ્ત્રીઓના જીવનમાં ખૂબ જ મદદરૂપ નીકળશે તેમ તેમણે જણાવ્યું.
કાર્યક્રમના આયોજક સ્ત્રીનોવેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર ડો. કૃપા મહેતા તેમજ ગોલ્ડના ફાઉન્ડર અને જાણીતા સામાજિક કાર્યકર હર્ષાબા ધાંધલ એ કાર્યક્રમ ના આયોજન ની માહિતી આપી હતી. આ બંને દ્વારા કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું. સ્ટ્રિનોવેશન ફાઉન્ડેશનના અધ્યક્ષ કીર્તિભાઈ મહેતા, મુખ્ય માર્ગદર્શક ડો. ભાવિન પંડ્યા, ડો. ચિરાગભાઈ જોષી, દિપ્તીબેન જોષી, દિવ્યાબેન, સંધ્યાબેન, પુનીતાબેન
સ્ટ્રાઇનોવેશન ફાઉન્ડેશનના ડિરેક્ટર ધ્રુવા બેન પંડ્યા એ પ્રોગ્રામ ને સફલ બનાવ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ડાયરેક્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓપરેશન કુલદીપ મહેતા, રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ના ઇલેક્ટ આસિસ્ટન્ટ ગવર્નર પાર્થ ઠક્કર, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તેમજ રેડ ક્રોસ ગાંધીનગર પ્રમુખ જીલુભા ધાંધલ, જલારામ મહિલા મંડળના પ્રમુખ અને લાયોનેસ અગ્રણી મિતલબેન રાણા, પ્રીતિબેન શર્મા, કવિતાબેન સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. શ્રુતિ ડી. ઉપાધ્યાય, હિસાબ અધિકારી, જિલ્લા ઔદ્યોગિક કેન્દ્ર ગુજરાત સરકાર, ગાંધીનગર - જિલ્લા ઉદ્યોગોની વિવિધ યોજનાઓની તમામ વિગતો આપેલ.
સ્ત્રીનોવેશન ફાઉન્ડેશન દ્વારા બહેનોની શક્તિને વધુ ઉજાગર કરવાના ઉમદા હેતુથી સમાજના વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતી અનેક બહેનોનું મોમેન્ટો અને સર્ટીફીકેટ અર્પણ કરીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 150 થી વધારે બહેનો ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. વસંત મસાલા દ્વારા દરેક ઉપસ્થિત બહેનોને ગિફ્ટ પેક આપવામાં આવી હતી. હાઉસી સહિત અનેક ગેમ્સ પણ બહેનોને રમડાવામાં આવી હતી. ગોલ્ડન વિંગ દ્વારા જરુરીયાતમંદ બહેનોના સ્ટોર પણ લગાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન વર્ષાબેન પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ