સમીમાં ભેંસોની ચોરી અને કતલનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓ ઝડપાયા
પાટણ, 30 મે (હિ.સ.)8 મે, 2025ના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાના સોનાર ગામની સીમમાંથી બે ભેંસોની ચોરી થઈ હતી. આરોપીઓએ ભેંસોને બાવળની ઝાડીઓમાં બાંધી રાખી હતી અને રાત્રે અમદાવાદના મિર્ઝાપુર મટન માર્કેટના વેપારીઓને બોલાવી તેમનું કતલ કર્યું હતું. બાદમાં ભે
સમીમાં ભેંસોની ચોરી અને કતલનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓ ઝડપાયા


પાટણ, 30 મે (હિ.સ.)8 મે, 2025ના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાના સોનાર ગામની સીમમાંથી બે ભેંસોની ચોરી થઈ હતી. આરોપીઓએ ભેંસોને બાવળની ઝાડીઓમાં બાંધી રાખી હતી અને રાત્રે અમદાવાદના મિર્ઝાપુર મટન માર્કેટના વેપારીઓને બોલાવી તેમનું કતલ કર્યું હતું. બાદમાં ભેંસોનું માંસ 40 હજાર રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હતું.

આ કેસમાં એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જેમમાં સમી મક્તપુરાનો ઉમર ઉર્ફે બુલી જુમ્મા સિંધી, અમદાવાદના નઈમ એસાન કુરેશી, અયુબખાન ઇબ્રાહીમખાન પઠાણ અને મોહંમદશાકીર મોહંમદસાબીર કુરેશીનો સમાવેશ થાય છે. પોલીસએ તેમની પાસેથી કુલ 1.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ, જેમાં રોકડ રકમ, સેન્ટ્રો કાર અને મોબાઈલ શામેલ છે, જપ્ત કર્યો છે.

આ કેસની તપાસ દરમિયાન સિંધી પીરા જામા અને કુરેશી સલમાન અબ્દુલરહેમાન હજુ ફરાર છે. જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ એલસીબી સ્ટાફ મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે આ કેસનો ભેદ ઉકેલાયો હતો. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande