સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ સહિત ગાંધીનગર જિલ્લામાં તા.31 મેના રોજ ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ યોજાશે
ગાંધીનગર, 30 મે (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ'નું આયોજન કરાયું છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન તા. 31/05/2025ના રોજ કર
કલેક્ટર મેહુલ દવે


કલેક્ટર મેહુલ દવે


ગાંધીનગર, 30 મે (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ'નું આયોજન કરાયું છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન તા. 31/05/2025ના રોજ કરવામાં આવનાર છે.

આ સાથે, તૈયારી સ્વરૂપે, સાંજે 08:00 થી 08:30 વાગ્યાં દરમ્યાન હવાઈ હુમલો (એર રેઇડ) દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો તથા તંત્ર દ્વારા કયા કયા પગલા લેવાના હોય તે અંગે મોકડ્રિલ યોજાશે. જેમાં હવાઈ હુમલો ટાળવા માટે ગાંધીનગર તાલુકાના લેકાવાડા ખાતે સંપૂર્ણ બ્લેકઆઉટ એટલે કે, તમામ લાઈટ્સ બંધ કરી દેવા તથા આ સમય દરમિયાન રસ્તાઓ ઉપરથી પસાર થતા વાહનો લાઇટ બંધ કરી ગાડીઓ સલામતી પૂર્ણ રસ્તાની સાઇડમાં પાર્ક કરી દે તથા દુકાનદારો અને સ્ટોરના માલિકો નિયોન કલરના બોર્ડને ઢાંકી દેવા ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર મેહુલ કે. દવેએ 'ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ મોકડ્રિલ' અંતર્ગત નાગરિકોને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, આ આયોજનનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande