કલમ,રોપા,ધરૂ અને અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં, ખેડૂતોને એટસોર્સ સહાય અપાશે.
પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં ખેડૂતોને એટસોર્સ સહાય અપાશે.
કલમ,રોપા,ધરૂ અને અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં ખેડૂતોને  એટસોર્સ સહાય અપાશે.


પોરબંદર, 30 મે (હિ.સ.) પોરબંદર જિલ્લામાં બાગાયત ખાતા હેઠળ કાર્યરત COE-મજીવાણા ખાતે ઉત્પાદિત થતા કલમ,રોપા,ધરૂ અને અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં નક્કી કરેલી નિયત મર્યાદામાં ખેડૂતોને એટસોર્સ સહાય આપવામાં આવશે.

આ એટસોર્સ સહાય સામાન્ય જાતિના ખેડુતોને નક્કી કરેલ ભાવના 50% અથવા મહતમ રૂ.5000 તથા અનુસૂચિત જાતિના ખેડુતોને નક્કી કરેલ ભાવના 75% અથવા મહતમ રૂ.7500/-ની મર્યાદામા એટસોર્સ સહાય. આપવામાં આવશે અને આ સહાય મેળવવા માટે બાગાયત ખાતાની ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી” સંચાલિત નર્સરીઓ અને સી.ઓ.ઈ ખાતેથી ઉત્પાદિત થતા કલમ,રોપા,ધરૂ કે અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સ ખરીદી કરવાની રહેશે. અને લાભાર્થીએ નિયત નમુનામા જરૂરી સાધનિક કાગળો સહિતની અરજી જે તે નર્સરી,સી.ઓ.ઇના અધિકારી, કર્મચારી પાસે જમા કરાવવાની રહેશે.ત્યારબાદ અરજી મુજબ કલમ,રોપા,ધરૂ,અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સ સંલગ્ નર્સરી , સી.ઓ.ઈ ખાતેથી નિયમોનુસાર ખરીદ કરવાના રહેશે. અને બાગાયતી પાક ઉત્કૃષ્ઠત કેન્દ્ર, મજીવાણા ખાતેથી શાકભાજીના ધરૂ, જામફળી, કમલમ, નાળીયેરી જેવા ફળપાકોના રોપા મળશે તથા ખેડુતોના ઓર્ડર મુજબ શાકભાજીના ધરૂ તૈયાર કરી આપવામાં આવશે.

સહાયનો લાભ લેવા માગતા ખેડૂતોએ અરજી સાથે 7/12 તથા 8-અ નકલ,આધારકાર્ડ અથવા રેશનકાર્ડની નકલ,અનુ.જાતિ અને જન જાતિના પ્રમાણપત્રની નકલ (લાગુ પડતુ હોય તો),દિવ્યાંગનું પ્રમાણપત્ર (લાગુ પડતુ હોય તો) આપવાનું રહેશે અને વધુ વિગતો માટે મોબાઈલ નંબર 8238947146 અને 6355632667 તેમજ બાગાયતી પાક ઉત્કૃષ્ઠતા કેન્દ્ર, મજીવાણા તા. જી. પોરબંદરનો સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande