વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની મતગણતરી જૂનાગઢ ખાતે થશે
જૂનાગઢ 30 મે (હિ.સ.), જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના કાઉન્ટિંગ સેન્ટરની મુલાકાત કરી હતી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ખાતે તા.૨૩ જુન ન
વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની મતગણતરી જૂનાગઢ ખાતે થશે


જૂનાગઢ 30 મે (હિ.સ.), જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના કાઉન્ટિંગ સેન્ટરની મુલાકાત કરી હતી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ખાતે તા.૨૩ જુન ના રોજ મત ગણતરી કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારીઅને કલેક્ટરએ ચૂંટણી પંચની નિયત માર્ગદર્શિકા મુજબ સ્ટ્રોંગ રૂમ, કાઉન્ટિંગ રૂમ, સીસીટીવી મોનિટરિંગ રૂમ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ ખાસ મતગણતરી સ્ટાફ અને મતગણતરી એજન્ટની અવર જવર માટે જરૂરી વ્યવસ્થા અને બેરીકેટિંગ કરવા માટે પણ સૂચના આપી હતી.

આ તકે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાશ્રી ભગીરથસિંહ જાડેજા, આચારસંહિતાના નોડલ ઓફિસરશ્રી કે.વી.બાટી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.જે.જાડેજા, માર્ગ અને મકાનના કાર્યપાલક ઈજનેર દિનેશ નાધેરા સહિતના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande