જૂનાગઢમાં તા.૩૧મી મે એ, ઓપરેશન શિલ્ડ અન્વયે મોકડ્રિલ યોજાશે
જૂનાગઢ 30 મે (હિ.સ.) કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ'નું આયોજન કરાયું છે. જે અન્વયે જૂનાગઢ શહેર અને કેશોદ શહેરમાં સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન તા.૩૧-૦૫-૨
જૂનાગઢમાં તા.૩૧મી મે એ, ઓપરેશન શિલ્ડ અન્વયે મોકડ્રિલ યોજાશે


જૂનાગઢ 30 મે (હિ.સ.) કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ'નું આયોજન કરાયું છે. જે અન્વયે જૂનાગઢ શહેર અને કેશોદ શહેરમાં સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન તા.૩૧-૦૫-૨૦૨૫ના રોજ સાંજે ૫-૩૦ વાગ્યે યોજાશે.

આ મોકડ્રિલ સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો તથા તંત્ર દ્વારા કયા કયા પગલા લેવાના હોય તેની સજ્જતા ચકાસવા માટે યોજાશે. આ મોકડ્રીલમાં એરસ્ટ્રાઇકનો સિનારીયો નક્કી કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જૂનાગઢ શહેર અને કેશોદ શહેરમાં રાત્રીના ૮-૩૦ થી ૯ દરમિયાન બ્લેકઆઉટ એટલે કે તમામ લાઈટ્સ બંધ કરી દેવામાં તથા આ સમય દરમિયાન રસ્તાઓ ઉપરથી પસાર થતા વાહનોની લાઇટ બંધ કરી ગાડીઓ સલામતી પૂર્ણ રીતે રસ્તાની સાઇડમાં પાર્ક કરવા જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. આ સમયે ઈમરજન્સી સેવાઓ, હોસ્પિટલ, મેડીકલ સેવાઓ વિના વિક્ષેપ યથાવત રીતે શરુ રહેશે, તેમને આ એક્સરસાઇઝમાંથી મુક્ત રાખવામાં આવ્યાં છે.

આ મોકડ્રિલ દરમિયાન વહીવટી તંત્રની સુસજ્જતા, વોલિયન્ટિયર્સ, આરોગ્ય વિષયક બાબતો, ફાયર સેફ્ટી અને આપાતકાલીન વ્યવસ્થાઓ, ઈમર્જન્સી સાયરન થકી ચેતવણી સહિતના પાસાઓને આવરી લઈ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ બાબતોને ચકાસવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, આ મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કટોકટીની પરિસ્થિતિમાં લોકો સ્વ બચાવ કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. સાથે જ તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande