સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ: નિકાહના નામે એક લાખની ઠગાઈ
સુરત, 30 મે (હિ.સ.)-સુરત શહેરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે, જેમાં મહિલાઓના ટોળકી દ્વારા યુવકને લગ્નના વચન આપી ફસાવી નાણાં પડાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ટોળકીની એક યુવતીએ અમદાવાદના યોહાન ખાન પઠાણ સાથે નિકાહ કર્યા બાદ, માત્ર એક દિવસમા
marriage


સુરત, 30 મે (હિ.સ.)-સુરત શહેરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે, જેમાં મહિલાઓના ટોળકી દ્વારા યુવકને લગ્નના વચન આપી ફસાવી નાણાં પડાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ટોળકીની એક યુવતીએ અમદાવાદના યોહાન ખાન પઠાણ સાથે નિકાહ કર્યા બાદ, માત્ર એક દિવસમાં બહાનું બનાવી તેની માતા સાથે નકલી સાસરેથી ભાગી ગઈ હતી.

યુવક તરફથી ફરિયાદ નોંધાવતા, અઠવા પોલીસે ઝડપક કાર્યવાહી કરીને પાંચ મહિલાઓને પકડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, દુલ્હનની માતાએ પિતા ન હોવાનું કારણ આપી, નિકાહ પહેલા એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. નિકાહ બાદ પતિ સાથે રહેવાનો ઇનકાર કરતા અને રૂપિયા પરત માંગતા રેપના કેસમાં ફસાવાની ધમકી આપી હતી.

આગાહી તપાસમાં ખુલ્યું છે કે આ સમગ્ર ફ્રોડ એક રચિત યોજના હેઠળ ઘડાયું હતું. આરોપી મહિલા હીના ઉર્ફે નરગીસબાનુ અને જરીના ખાતુન અને અન્ય મહિલાઓએ મળી છોકરી સનાને દુલ્હન બનાવી હતી. ટોળકીએ યુવકના ભોળાપણાનો ફાયદો લઈ નકલી દુલ્હન દ્વારા લગ્ન કરાવ્યા હતાં અને ત્યારપછી નિકળી ગયા હતાં. દુલ્હનના અસલ માતા-પિતાને પણ આ લગ્ન અંગે કંઈ ખબર નહોતી.

પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને જાણકારી મેળવી રહી છે કે નિકાહમાં કાજી કોણ હતો અને આ કારસો અગાઉ કેટલાય વખત રજુ થયો છે કે નહીં. વધુમા વધુ લોકોને ફસાવવાનું મકસદ ધરાવતી ટોળકી સામે હવે વધુ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande