પાટણ, 30 મે (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ મથકની હદમાં આવેલા વેલોડા ગામના જેટકો સબ સ્ટેશનના નાયબ કાર્યપાલક ઇજનેર પરેશ એમ. પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. મહિલા ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે પરેશ પટેલે મોબાઈલ પર તેના પતિને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી અને તેને બ્લેકમેલ કરીને પોતાની ગાડીમાં પાટણ-સિદ્ધપુર ચોકડી પાસે આવેલી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ ઘટના બાદ પણ આરોપી પરેશ પટેલે મહિલાને ફરીથી પોતાની ગાડીમાં બેસાડી ખેરાલુ હાઈવે પાસે આવેલી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ છે. મહિલાના જણાવ્યા અનુસાર, નોકરીના દુરુપયોગ અને ધમકીના આધારે રીપીટ રહેલી ઘટના હતી.
સરસ્વતી પોલીસ મથકે આ ફરિયાદના આધારે નાયબ કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ દુષ્કર્મની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા આ મામલે વધુ તપાસ કરી રહ્યાં છે. પોલીસ તમામ પુરાવાઓ એકત્રિત કરી રહી છે અને આરોપી વિરુદ્ધ કડક કાયદેસર પગલાં લેવા તજવીજ ચલાવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર