કતારગામની યુવતીનું શારીરિક શોષણ કરી 6.50 લાખ પડાવી, યુવક દુબઇ પલાયન
સુરત, 30 મે (હિ.સ.)-શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી કતારગામ વિસ્તારમાં જ રહેતા એક યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને સાથે મળીને કામ કરતા હતા. આ દરમિયાન યુવકે તેને લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધી બળ
rape


સુરત, 30 મે (હિ.સ.)-શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી કતારગામ વિસ્તારમાં જ રહેતા એક યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને સાથે મળીને કામ કરતા હતા. આ દરમિયાન યુવકે તેને લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પરંતુ યુવતીને ફોરેક્સમાં રોકાણ કરવાની લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 6.50 લાખ પચાવી પાડ્યા હતા. ત્યારબાદ યુવતીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી એલ ફેલ ગાળો આપી યુવક દુબઈ પલાયન થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર સાથે એટ્રોસિટી ની કલમનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી અમિત ગોવિંદભાઈ પટેલ (રહે નીલકંઠ સોસાયટી રઘુવીર નમકીન પાસે કતારગામ) ના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને સાથે મળીને કામ પણ કરતા હતા. આ દરમિયાન અમિત પટેલે તેને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શહેરના અલગ અલગ વિસ્તારમાં શારીરિક સંબંધો બાંધી શોષણ કર્યું હતું. આ ઉપરાંત અમિત પટેલે તેને ફોરેક્સમાં રોકાણ કરી વધુ પૈસા કમાવવાની લાલચ આપી તેમની પાસે ટુકડે ટુકડે રૂપિયા 6.50 લાખ મેળવી લીધા હતા. પરંતુ બાદમાં એક પણ રૂપિયો નહીં આપી અને તેની સાથે લગ્ન પણ નહીં કરી અમિત પટેલ દુબઈ ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ તેની સાથે ફોન પર અને મેસેજથી વાત કરતા અમિત પટેલે તેને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી ગાળો આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર સાથે છેતરપિંડી અને એટ્રોસિટી ની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande