પાટણ જિલ્લામાં 'ઓપરેશન શિલ્ડ'ની આપત્તિ વ્યવસ્થાપન મોકડ્રીલ સફળતાપૂર્વક યોજાઈ
પાટણ, 31 મે (હિ.સ.)પાટણ જિલ્લામાં કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર સિવિલ ડિફેન્સ અંતર્ગત 'ઓપરેશન શિલ્ડ'ની સફળ મોકડ્રીલ 18 સ્થળોએ યોજાઈ હતી. પાટણ શહેરમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ મામલતદાર કચેરી ખાતે લોકજાગૃતિ માટે ખાસ મોકડ્રીલનું આયો
પાટણ જિલ્લામાં 'ઓપરેશન શિલ્ડ'ની આપત્તિ વ્યવસ્થાપન મોકડ્રીલ સફળતાપૂર્વક યોજાઈ


પાટણ જિલ્લામાં 'ઓપરેશન શિલ્ડ'ની આપત્તિ વ્યવસ્થાપન મોકડ્રીલ સફળતાપૂર્વક યોજાઈ


પાટણ જિલ્લામાં 'ઓપરેશન શિલ્ડ'ની આપત્તિ વ્યવસ્થાપન મોકડ્રીલ સફળતાપૂર્વક યોજાઈ


પાટણ જિલ્લામાં 'ઓપરેશન શિલ્ડ'ની આપત્તિ વ્યવસ્થાપન મોકડ્રીલ સફળતાપૂર્વક યોજાઈ


પાટણ, 31 મે (હિ.સ.)પાટણ જિલ્લામાં કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર સિવિલ ડિફેન્સ અંતર્ગત 'ઓપરેશન શિલ્ડ'ની સફળ મોકડ્રીલ 18 સ્થળોએ યોજાઈ હતી. પાટણ શહેરમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ મામલતદાર કચેરી ખાતે લોકજાગૃતિ માટે ખાસ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોકડ્રીલ દરમિયાન સૌપ્રથમ સાયરન વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવ્યા. દુશ્મન દેશ દ્વારા યુદ્ધ સમયે બોમ્બ બાર્ડીંગ જેવી પરિસ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ દર્શન કરાયું. આધારકાર્ડ સેન્ટર ખાતે મિસાઈલ અને બોમ્બ પડવાની પરિસ્થિતિનું સિમ્યુલેશન કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ટીમે આગ અને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી દર્શાવી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા.

મોકડ્રીલમાં પોલીસ, ફાયર, વીજ વિભાગ, આરોગ્ય, નગરપાલિકા સહિત તમામ સંબંધિત વિભાગોએ સહભાગી બન્યો. પાટણની પાંચ નગરપાલિકાઓ ઉપરાંત, બી.પી.સી.એલ તથા આઇ.ઓ.સી.એલ ટર્મિનલ સિદ્ધપુર, રાધનપુરની પાઇપલાઇન યુનિટ, સાંતલપુર પંપિંગ સ્ટેશન અને સરહદી વિસ્તારના આઠ ગામોમાં પણ આ કવાયત હાથ ધરાઈ. રાત્રે 8 થી 8:30 દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટનું આયોજન કરી સ્ટ્રીટ લાઇટ અને દુકાનોની લાઇટો બંધ રાખવા સૂચના અપાઈ હતી. કલેક્ટરે સિવિલ ડિફેન્સના તાલીમ પામેલા વધુ વોલન્ટિયર્સ જોડાવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande