ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢ ખાતે સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ
જુનાગઢ 31 મે (હિ.સ.) ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢના ઝાંઝરડા બાયપાસ રોડ પર આવેલા ડીમાર્ટ મોલ ખાતે પોલીસ, ફાયર, હેલ્થ, ૧૦૮, મહેસુલ વિભાગ સહિતની સરકારી એજન્સીઓના સુચારું સંકલન સાથે સફળતાપૂર્વક ડ્રીલ યોજાઈ હતી. આ સમગ્ર કવાયત જિલ્લા કલેકટર અનિલકુમાર ર
જુનાગઢ સફળતાપૂર્વક ડ્રીલ યોજાઈ


જુનાગઢ 31 મે (હિ.સ.) ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢના ઝાંઝરડા બાયપાસ રોડ પર આવેલા ડીમાર્ટ મોલ ખાતે પોલીસ, ફાયર, હેલ્થ, ૧૦૮, મહેસુલ વિભાગ સહિતની સરકારી એજન્સીઓના સુચારું સંકલન સાથે સફળતાપૂર્વક ડ્રીલ યોજાઈ હતી. આ સમગ્ર કવાયત જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને દેખરેખ માં સંપન્ન થઈ હતી. પૂર્વ નિર્ધારિત પરિસ્થિતિ મુજબ ડી માર્ટ મોલ ખાતે હવાઈ હુમલાની પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી હતી.

આ હુમલાની ડી માર્ટના મેનેજરએ સંબંધિત એજન્સીઓને જાણ કરતા, ત્વરીત રાહત બચાવ માટે, પોલીસ ઉપરાંત ખાસ ફાયર ફાઇટર ટીમ અને ઘાયલોની સારવાર માટે સ્થાનિક એમ્બ્યુલન્સ પહોંચી હતી અને ઘાયલોને 108 સહિતની સેવાઓ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસ, આર્મીના જવાનો, 8 એનસીસી ગુજરાત બટાલિયનના કેડેટ, હોમગાર્ડ વગેરે એજન્સીઓએ સુપેરે જવાબદારી નિભાવી હતી.

જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, આ પ્રકારની મોકડ્રીલનો હેતુ આપત્તિની સ્થિતિમાં રાહત-બચાવની માટેની વ્યવસ્થાને વધુ પુખ્તા બનાવવાની સાથે, આપત્તિની સ્થિતિમાં શું કરવું ? અને શું ન કરવું ? તેનો ખ્યાલ મળી રહે છે. મોકડ્રીલમાં સામેલ જુદી જુદી સરકારી એજન્સીઓનો રિસ્પોન્સ ટાઈમ નોંધવામાં આવે છે, અને ફીડબેકના આધારે તેની સમીક્ષાઓ પણ કરવામાં આવે છે. જેથી વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ કરી શકાય.

તેમણે કહ્યું કે, આ મોકડ્રીલમાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે પોલીસ, હેલ્થ, ફાયર ફાઈટર, મહાનગરપાલિકાની ટીમ, એનસીસી કેડેટ, હોમગાર્ડસ સહિતની સરકારી એજન્સીઓએ ત્વરિત રાહત બચાવની કામગીરી કરી હતી. આ મોકડ્રીલ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર પી.એ. જાડેજા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિત જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande