લાયન્સ કલબ ઓફ પાટણમાં વર્ષ 2025-26 માટે નવી કારોબારીની વરણી
પાટણ, 31 મે (હિ.સ.)પાટણની લાયન્સ હોલ ખાતે લાયન્સ કલબ ઓફ પાટણની નોમીનેશન કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લા. પ્રજ્ઞેશકુમાર પટેલની અધ્યક્ષતામાં મળી આવેલા સભ્યો દ્વારા વર્ષ 2025-26 માટે નવી કાર્યકારિણીની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. સેવા
લાયન્સ કલબ ઓફ પાટણમાં વર્ષ 2025-26 માટે નવી કારોબારીની વરણી


લાયન્સ કલબ ઓફ પાટણમાં વર્ષ 2025-26 માટે નવી કારોબારીની વરણી


લાયન્સ કલબ ઓફ પાટણમાં વર્ષ 2025-26 માટે નવી કારોબારીની વરણી


પાટણ, 31 મે (હિ.સ.)પાટણની લાયન્સ હોલ ખાતે લાયન્સ કલબ ઓફ પાટણની નોમીનેશન કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લા. પ્રજ્ઞેશકુમાર પટેલની અધ્યક્ષતામાં મળી આવેલા સભ્યો દ્વારા વર્ષ 2025-26 માટે નવી કાર્યકારિણીની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. સેવાના સંકલ્પ સાથે કાર્યરત નવી ટીમના હોદ્દેદારો માટે પસંદગી પ્રક્રિયા ગૌરવભેર પૂર્ણ કરવામાં આવી હતી.

લા. નિકુલ ચુનાવાલા (મોદી)ને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે લા. બ્રિજેશ એસ. પટેલ ઇમીડિયેટ પાસ્ટ પ્રમુખ તરીકે કાર્ય કરાશે. લા. અમીષ કે. મોદી પ્રથમ ઉપપ્રમુખ, મૌલિક એસ. ઠક્કર દ્વિતીય ઉપપ્રમુખ અને પરીન પંચીવાલા તૃતીય ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. મંત્રી તરીકે લા. રાજુભાઈ દેસાઈ, ખજાનચી તરીકે લા. પ્રતિસિંહ એમ. ઠાકોર, સહમંત્રી તરીકે દિલીપ બી. પ્રજાપતિ અને સહખજાનચી તરીકે ભદ્રેશ મોદી જવાબદારી સંભાળશે.

વિવિધ જવાબદારીઓ માટે દાદુજી વી. રાઠોડ (ટેમર), શૈલેષ એમ. પટેલ (ટેઇલ ટવીસ્ટર), પ્રવિણ ડાભી (પી.આર.ઓ.), ગૌરવ પ્રજાપતિ અને શ્રીરાજ સોની (સાઇટ ફસ્ટ ચેરમેન), તેમજ નરેન્દ્ર પુરોહિત અને રાજ મોદી (મીડિયા સેલ) ની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, કલબના ડિરેક્ટર તરીકે ૧૬ સભ્યોની ટીમને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં લા. ધર્મેશભાઈ સોની (PDG)થી લઈ પ્રકાશ એન. પટેલ સુધીના સભ્યોનો સમાવેશ થાય છે. બેઠકમાં નોમીનેશન કમિટિના લા. મુકેશભાઈ જે. પટેલ, લા. કિશોર કે. મહેશ્વરી, લા. રાજગોપાલ મહારાજા, લા. નટવરસિંહ ચાવડા, લા. ગૌરવ કે. મોદી અને લા. સતીષભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande