પાટણ, 31 મે (હિ.સ.)પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શીલ્ડ સિવિલ ડિફેન્સ એક્સરસાઈઝ યોજવાની છે. આ અભ્યાસનો હેતુ આપાતકાળીન સ્થિતિમાં તંત્રની તૈયારી અને પ્રતિસાદની પરીક્ષા કરવાનો છે.
આ એક્સરસાઈઝ જિલ્લાના કુલ 18 સ્થળોએ યોજાશે, જેમાં સિદ્ધપુર ખાતે BPCL અને IOCL ટર્મિનલ, GIDC સિદ્ધપુર, પાટણ, ચાણસ્મા, હારીજ, અને રાધનપુર નગરપાલિકાઓ, રાધનપુર ખાતે IOCL પાઈપલાઈન યુનિટ, સાંતલપુર ખાતે HPCL પંપિંગ સ્ટેશન અને બોર્ડર પરના આઠ ગામોનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ સાંજે 5 વાગ્યે મોકડ્રિલ યોજાશે.
સિવિલ ડિફેન્સ અભ્યાસના ભાગરૂપે, રાત્રિના 8 થી 8.30 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે, જેથી આપાતકાળીન વ્યવસ્થાઓની સમીક્ષા કરી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર