પોરબંદર પોલીસ દ્વાર સમર કેમ્પમાં બાળકો ને સેલ્ફ ડિફેન્સ અંગે માહિતી આપી.
બાળકો ને સેલ્ફ ડિફેન્સ અંગે માહિતી આપી.
પોરબંદર પોલીસ દ્વાર સમર કેમ્પમાં બાળકો ને સેલ્ફ ડિફેન્સ અંગે માહિતી આપી.


પોરબંદર પોલીસ દ્વાર સમર કેમ્પમાં બાળકો ને સેલ્ફ ડિફેન્સ અંગે માહિતી આપી.


પોરબંદર પોલીસ દ્વાર સમર કેમ્પમાં બાળકો ને સેલ્ફ ડિફેન્સ અંગે માહિતી આપી.


પોરબંદર પોલીસ દ્વાર સમર કેમ્પમાં બાળકો ને સેલ્ફ ડિફેન્સ અંગે માહિતી આપી.


પોરબંદર, 31 મે (હિ.સ.)

પોરબંદર પોલીસ દ્વાર મહિલા તથા બાળકો ને સેલ્ફ ડિફેન્સ,ઘરેલીહિંસા ,કાયદા અંગે જનજાગૃતી અર્થે અનેકવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પોરબંદરના ગાંધી પાર્ક ખાતે સમર યોગ કેમ્પ 2025 નું આયોજન કરવાના આવ્યું છે. 18 વર્ષથી નીચેના આશરે 130 વિદ્યાર્થીની બહેનો /બાળકોઓ એ ભાગ લીધેલો આ સમર કેમ્પ માં પોરબંદરના મહિલા પોલીસ દ્વાર બાળકીઓને ગુડ-રચ/બેડ-ટચ વિષે જરૂરી માહિતી આપી હતી સાથો સાથ સેલ્ફ ડીફેન્સ અંગે વિશેષ માહિતી આપતા સેલ્ફ ડીફેન્સનું મહત્વ સમજાવાયું હતું. તેમજ 181 મહિલા હેલ્પલાઈન તથા 100 નંબર પોલીસની મદદ અંગે માર્ગદર્શન આપેલ તેમજ રસ્તામાં કોઈ આવારા તત્વો કે ટપોરી/ રોમિયો ગીરી કરતા કોઈ ઈસમ હેરાન પરેશાન કરે તો સુરક્ષા સબંધે 100 નંબર પોલીસ મદદ માટે અને 181 મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જાણ કરવા માહિતી આપેલ તેમજ વિદ્યાર્થીની બહેનોને ખાસ માહિતી એ પણ આપેલ કે ટ્યુશન ક્લાસ કે સ્કૂલે થી છુટ્યા બાદ ઘરે જવા માટે તેમજ બસ કે રિક્ષામાં મુસાફરી કરતા સમયે બાજુમાંબેઠેલ કોઈ ઈસમ તમારી સાથે છેડતી કે અડપલાં કરે તો તમારો બચાવ કરવા માટે તમારી પાસે રહેલ સ્કુલ દફતર/ બેગ અથવા પાણીની વોટરબેગ મારફત ધક્કો મારી છેડતી કરતા ઇસમ થી બચવા સ્વ બચાવ કરી શકો છો આવા બનાવો કોઈ સાથે બને તો ઘરે જઈ તમારા વાલીને તમારી સાથે થયેલ બનાવની જાણ કરવી તેમજ આવું કૃત્ય કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવી ભોગ બનનાર નું નામ ગુપ્ત રાખવામાં આવે છે આવા કૃત્ય કરનારા ઈસમ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરાવવા માર્ગદર્શન આપેલ તેમજ પોકસો એકટ કાયદા વિશે માહિતી આપેલ તેમજ 1930 સાયબર ક્રાઇમ અંગે જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું .

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande