વીજપાવર સટ ડાઉન કરતા પેલા ગ્રામપંચાતને જાણ કરવા રજૂઆત
ગ્રામપંચાતને જાણ કરવા રજૂઆત
વીજપાવર સટ ડાઉન કરતા પેલા ગ્રામપંચાતને જાણ કરવા રજૂઆત


પોરબંદર, 31 મે (હિ.સ.)

પોરબંદર જીલ્લામા હાલ પીજીવીસીએલ દ્રારા પ્રિ-મોન્સુનની કામગીરી કરવામા આવી રહી છે. આ મુદે પોરબંદર તાલુકા ભાજપના પ્રમુખ રાણાભાઇ મોઢવાડીયાએ પીજીવીસીએલના અધિકારીને પત્ર લખી અને સટડાઉન અંગે બરડા પંથકની ગ્રામ પંચાયતોને જાણ કરવા રજુઆત કરી છે. પત્રામા એવી રજુઆત કરી છે કે ચોમાસાની સીઝન શરુ થવાનાને હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે પોરબંદર પી.જી.વી.સી.એલ દ્વારા પ્રિમોનસુન ની કામગીરી કરવામાં આવી રહી છે.પ્રિમોનસુન ની કામગીરી અંતર્ગત પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સમારકામની કામગીરી દરમિયાન પાવર સટ ડાઉન કરવામાં આવે છે.ગ્રામ્ય વિસ્તારમાં પ્રિમોનસુન ની કામગીરી દરમિયાન વીજપાવર સટ ડાઉન કરવામાં આવે છે.ત્યારે પી.જી.વી.સી.એલ દ્વારા જે ગામ માં વીજપાવર સટ ડાઉન કરવાનું હોય તે ગામની ગ્રામપંચાયત ને વીજપાવર સટ ડાઉન કરવા અંગે અગાઉથી જાણ કરવા આવે જેથી ગ્રામજનો ને વીજપાવર સટ ડાઉન અને માહિતી આપી શકાય. આ અંગે પોરબંદર તાલુકા ભાજપના પ્રમુખ રાણાભાઇ મોઢવાડીયા એ પી.જી.વી.સી.એલના

અધિકઇજનેર ને પત્ર લખી રજૂઆત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande