પાટણમાં રોટરી ક્લબ દ્વારા આરોગ્ય સેવાઓ માટે મેડિકલ કિટ વિતરણ
પાટણ, 31 મે (હિ.સ.)પાટણ ખાતે રોટરી ક્લબ દ્વારા આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રૂ. 7 લાખથી વધુના મેડિકલ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં વેક્સિન કેરી બેગ, પીપીઇ કિટ, ગ્લોવ્ઝ અને આઈસ
પાટણમાં રોટરી ક્લબ દ્વારા આરોગ્ય સેવાઓ માટે મેડિકલ કિટ વિતરણ


પાટણમાં રોટરી ક્લબ દ્વારા આરોગ્ય સેવાઓ માટે મેડિકલ કિટ વિતરણ


પાટણ, 31 મે (હિ.સ.)પાટણ ખાતે રોટરી ક્લબ દ્વારા આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રૂ. 7 લાખથી વધુના મેડિકલ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં વેક્સિન કેરી બેગ, પીપીઇ કિટ, ગ્લોવ્ઝ અને આઈસ પેક સહિતની કુલ 400 કિટ્સનો સમાવેશ થાય છે.

રોટરી હોલ ખાતે યોજાયેલા વિતરણ કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે કરી હતી. કાર્યક્રમમાં CDHO ડૉ. વિષ્ણુભાઈ પટેલ, RCHO ડૉ. દિવ્યેશ પટેલ અને ડૉ. હિમાંશુ દવે સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી પ્રમુખ ભગવાનભાઈ પટેલ અને મંત્રી નીરવ પટેલે મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

ડીડીઓ શ્રી સી.એલ. પટેલે જણાવ્યું હતું કે આ કિટ્સ જિલ્લાનાં અંતિમ ગામો સુધી પહોંચાડવામાં આવશે. તેમણે આરોગ્ય કર્મીઓના યોગદાનની પ્રશંસા કરી અને સ્વૈચ્છિક સંસ્થાઓને મોકડ્રિલમાં સહભાગી થવાની અપીલ કરી. આ પ્રસંગે રણુજ અને ડેર PHC ખાતે યોજાયેલા રક્તદાન કાર્યક્રમના સહભાગીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande