પાટણ, 31 મે (હિ.સ.)પાટણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6માં SP કચેરીના દરવાજા નજીક ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યા ઉભરી છે. છેલ્લા ઘણા દિવસોથી ગટર ઉભરાઈ રહી હોવાથી જાહેર રસ્તા પર ગંદા પાણી ફેલાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે.
આ સમસ્યા અંગે સ્થાનિક નાગરિકો તથા નગરપાલિકા કર્મચારીઓએ અનેક વખત ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો, નગરપાલિકાના પ્રમુખ અને વહીવટી તંત્રને રજૂઆતો કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. નાગરિકોમાં તંત્રના આ નિષ્ક્રિય વલણને લઈ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
પાટણ શહેર કૉંગ્રેસ પ્રમુખે માંગ ઉઠાવી છે કે SP કચેરી નજીકના વિસ્તારમાં તાત્કાલિક સફાઈના પગલાં લેવામાં આવે અને ગટર ઉકેલવામાં આવે જેથી નાગરિકોને રાહત મળે અને સ્વચ્છતા જળવાઈ રહે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર