સુરત શહેરના વેસુ વિસ્તારમાં મોડેલની કાર સળગાવવાને મામલે 2ની ધરપકડ
સુરત, 1 જૂન (હિ.સ.)-સુરત શહેરના વેસુ વિસ્તારમાં મોડેલની કાર સળગાવવાના કેસમાં પોલીસે બે યુવકોને ઝડપી લીધા છે. આરોપીઓના નામ સચુ રામાવતાર રાય અને તનિષ સુશાંત જૈન હોવાનું બહાર આવ્યું છે. બંને યુવકો પર આરોપ છે કે તેઓ મોડેલના પૂર્વ પ્રેમી મિતેશ જૈનના કહેવા
Arrest


સુરત, 1 જૂન (હિ.સ.)-સુરત શહેરના વેસુ વિસ્તારમાં મોડેલની કાર સળગાવવાના કેસમાં પોલીસે બે યુવકોને ઝડપી લીધા છે. આરોપીઓના નામ સચુ રામાવતાર રાય અને તનિષ સુશાંત જૈન હોવાનું બહાર આવ્યું છે. બંને યુવકો પર આરોપ છે કે તેઓ મોડેલના પૂર્વ પ્રેમી મિતેશ જૈનના કહેવાથી આ કારસો કર્યો હતો.

મળતી માહિતી મુજબ, મિતેશ જૈને મોડેલ અને તેના પરિવારની કુલ ચાર કારમાંથી GPS સિસ્ટમ કાઢી નાખી હતી અને અવારનવાર તેમનો પીછો કરતો હતો. કાર સળગાવવાના બનાવ પાછળ પણ મિતેશે જ સૂચના આપી હતી એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. મિતેશ જૈન સામે શહેરના ત્રણ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ ચૂકેલી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande