મોડાસા ખાતે હવાઈ હુમલા અંગે જાણકારી મળતા સમગ્ર અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં
મોડાસા, 1 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા પોલીસ ક્વાર્ટર ખાતે સાંજે ૬.૦૦ વાગ્યાના અરસામાં હવાઈ હુમલો થયો હતો. જેની જાણ જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોનથી જાણકારી મળી હતી. જેના પગલે સાઈરન ગુંજી ઉઠતા હવાઈ હુ
The entire Aravalli district administration is on alert mode after receiving information about the airstrike at Modasa.


મોડાસા,

1 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા પોલીસ ક્વાર્ટર ખાતે સાંજે ૬.૦૦ વાગ્યાના અરસામાં હવાઈ હુમલો થયો હતો. જેની જાણ જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોનથી જાણકારી મળી હતી. જેના પગલે સાઈરન ગુંજી ઉઠતા હવાઈ હુમલો થયો હોવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાઇરનના સંકેત મળતાની સાથે અરવલ્લી જિલ્લાના નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા. મોડાસાના પોલીસ ક્વાર્ટર ઉપર હવાઈ હુમલાની જાણકારી મળતા સમગ્ર અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું.

જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ત્વરિત ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.

ગણતરીની મિનિટોમાં જ ફાયર ફાયટરની ટીમો, તથા સિવિલ ડિફેન્સની ટીમો, એમ્બ્યુલન્સ વિગેરે પોલીસ ક્વાર્ટર ખાતે આવી પહોચી હતી. અહિં અરવલ્લી જિલ્લા પોલીસ, આરોગ્યની ટીમ અને આપદા મિત્રોની મદદથી ૨૦ જેટલા ઇજાગ્રસ્તોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

નોંધનિય છે કે, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજ રોજ 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે અરવલ્લી જિલ્લામાં ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ યોજાઇ હતી. ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનો આ પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે ૮.૦૦ થી ૦૮.૧૫ કલાક સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધાર પટ (બ્લેક આઉટ) કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande