વલસાડમાં ઓપરેશન શિલ્ડ હેઠળ સ્વૈચ્છિક બ્લેકઆઉટ સફળ રીતે આયોજન પામ્યું
વલસાડ, 1 જૂન (હિ.સ.)-ગઈકાલે રાત્રે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઓપરેશન શિલ્ડ મોક ડ્રિલના ભાગરૂપે વલસાડ જિલ્લામાં બીજો તબક્કો સફળતાપૂર્વક અમલમાં મૂકાયો હતો. રાત્રે 8:00 થી 8:30 સુધી સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ કરવામાં આવ્યો હત
Valsad


વલસાડ, 1 જૂન (હિ.સ.)-ગઈકાલે રાત્રે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઓપરેશન શિલ્ડ મોક ડ્રિલના ભાગરૂપે વલસાડ જિલ્લામાં બીજો તબક્કો સફળતાપૂર્વક અમલમાં મૂકાયો હતો. રાત્રે 8:00 થી 8:30 સુધી સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો, જેમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વલસાડ નગરપાલિકા વિસ્તાર, તિથલ, નનકવાડા, ભાગડાવડા અને કોસંબા જેવા વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા પોતાના ઘરો, દુકાનો અને ઓફિસની લાઈટો બંધ કરીને અંધારપટમાં સહભાગીતા આપી હતી. રાત્રે 8 વાગ્યે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી અને નગરપાલિકા દ્વારા ૨ મિનિટ સુધી ચઢતી અને ઊતરતી તીવ્રતાવાળા સાઈરન વગાડવામાં આવ્યા હતા, જે બ્લેકઆઉટ શરૂ થવાનો સંકેત હતો.

અબ્રામા ઝોન કચેરી અને જાહેર સ્થળોની સ્ટ્રીટલાઈટો પણ તાત્કાલિક બંધ કરવામાં આવી હતી. તિથલ બીચ વિસ્તારમાં પણ પર્યટકો અને દુકાનદારો દ્વારા સંપૂર્ણ સહયોગ આપતાં બ્લેકઆઉટમાં જાગૃત ભાગીદારી નોંધાઇ હતી.

આ અંધારપટ 8:30 વાગે સાયરન વાગવું સમાપ્ત થયું અને ત્યારબાદ નાગરિકોએ પોતાની રોજનંદી પ્રવૃત્તિઓ પુનઃશરૂ કરી હતી. આ મોક ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવો અને આવનારા સંકટકાળમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે અંગે તૈયારી ઊભી કરવી રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande