પાટણનું ગૌરવ: પાયલબા ઝાલા દ્વારા ઉત્તરાખંડના કાગભૂસંડી તળાવ ટ્રેક સફળ
પાટણ, 12 જૂન (હિ.સ.) : પાટણ તાલુકાના નોરતા ગામની ઝાલા પાયલબા સર્જનસિંહે ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં આવેલા 17,500 ફૂટ ઊંચા કાગભૂસંડી તળાવનો ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ તળાવ તેની આધ્યાત્મિક પવિત્રતા અને અદભુત કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. પા
પાટણની પાયલબાનો કાગભૂસંડી તળાવ ટ્રેક સફળ, પાટણનુ ગૌરવ વધાર્યું


પાટણ, 12 જૂન (હિ.સ.) : પાટણ તાલુકાના નોરતા ગામની ઝાલા પાયલબા સર્જનસિંહે ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં આવેલા 17,500 ફૂટ ઊંચા કાગભૂસંડી તળાવનો ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ તળાવ તેની આધ્યાત્મિક પવિત્રતા અને અદભુત કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. પાયલબાની 9 સભ્યોની ટીમે 30 એપ્રિલથી 6 જૂન દરમિયાન કુલ 64 કિલોમીટરની સફર કરી હતી, જેમાં ઘન જંગલો, પથરાળ રસ્તા અને ઊંચા પર્વતોનો સામનો કરવો પડ્યો હતો.

ટ્રેક દરમિયાન પાયલબાએ હિમવર્ષાનો અનુભવ કર્યો અને નંદાદેવી બાયોસ્ફિયર રિઝર્વના અદ્ભુત કુદરતી સૌંદર્યને નજીકથી જોયું. તેમણે હાથી પર્વત અને ચૌખંભા જેવી વિશાળ પર્વતચોટીઓના દૃશ્યો નિહાળ્યા. કાગભૂસંડી તળાવ હિંદુ ધર્મશાસ્ત્રોમાં ઋષિ કાગભૂસંડી સાથે જોડાયેલું પવિત્ર સ્થાન માનવામાં આવે છે, જે આ સ્થળને આધ્યાત્મિક મહત્વ પણ આપે છે.

પાયલબાએ તળાવ પહોંચ્યા બાદનો નજારો અવર્ણનીય ગણાવ્યો અને જણાવ્યું કે આ જીવનભર યાદ રહે તેવી અનુભૂતિ છે. તેમની આ સિદ્ધિ પાટણ જિલ્લાની સાથે નોરતા ગામ માટે પણ ગૌરવરૂપ છે. તેઓ હવે વધુ અઘરા અને ચિંતાજનક ટ્રેકિંગ માર્ગો શોધવા માટે ઉત્સાહિત છે અને અન્ય યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande