મકરપુરામાં બંધ મકાનમાંથી બે લાખની ચોરી કરનાર બે યુવક ક્રાઈમ બ્રાંચના જાળમાં
વડોદરા, 12 જૂન (હિ.સ.)- મકરપુરા વિસ્તારમાં આવેલી ગણેશ નગર સોસાયટીના બંધ મકાનમાંથી દાગીનાં અને રોકડ સહિત કુલ રૂ. 2 લાખની મત્તાની ચોરી કરનાર બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા છે. ડભોઇ રોડ યમુના મિલ નજીક બાઇક પર જઈ રહેલા બે યુવકો—આકાશ કમલેશભાઈ પાસી અને
Arrest


વડોદરા, 12 જૂન (હિ.સ.)- મકરપુરા વિસ્તારમાં આવેલી ગણેશ નગર સોસાયટીના બંધ મકાનમાંથી દાગીનાં અને રોકડ સહિત કુલ રૂ. 2 લાખની મત્તાની ચોરી કરનાર બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા છે.

ડભોઇ રોડ યમુના મિલ નજીક બાઇક પર જઈ રહેલા બે યુવકો—આકાશ કમલેશભાઈ પાસી અને ચેતન અશ્વિનભાઈ વસાવા (બંને રહે. મહાનગર વુડા, ડભોઇ રોડ)—ને શંકાના આધારે અટકાવી તપાસ કરતાં તેમની પાસેથી ચાંદીના 20 સિક્કા, રૂ. 8,270 ની રોકડ રકમ અને પિત્તળની સોપારી કાપવાની સૂડી મળી આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સોએ દસ દિવસ અગાઉ મકરપુરાના ગણેશ નગર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેઓએ મકાનમાંથી દાગીનાં અને રોકડ મળીને અંદાજે રૂ. 2 લાખ જેટલી મત્તાની ચોરી કરી હતી.

પોલીસે બંનેના બે મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઇક પણ કબજે લીધી છે. હવે આરોપીઓ સામે આગળની કાર્યવાહી માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande